રાજય સરકાર દ્વારા દર વર્ષે તેમના કર્મચારીઓ અને પેન્શનરો મોંઘવારી ભથ્થું ચુકવવામાં આવતું હોય છે. ત્યારે આ વર્ષે પણ કર્મચારીઓને અપાતા મોંઘવારી ભથ્થા અંગે ટૂંક સમયમાં જાહેરાત કરવામાં આવશે. જાણકારી મુજબ રાજ્ય સરકાર આઠ ટકા મોંઘવારી ભથ્થું જાહેર કરી શકે છે.
મોંઘવારી ભથ્થું થઈ શકે છે જાહેર
ગુજરાતના આશરે પાંચ લાખ કર્મચારીઓને ટૂંક સમયમાં સારા સમાચાર મળી શકે છે. કર્મચારીઓ ઘણા લાંબા સમયથી જેની રાહ જોઈ રહ્યા હતા તે મોંઘવારી ભથ્થા અંગે રાજ્ય સરકાર ટૂંક સમયમાં જાહેરાત કરી શકે છે . જાણકારી મુજબ સરકાર દ્વારા ગત વર્ષની જેમ આ વખતે પણ ત્રણ હપ્તામાં મોંઘવારી ભથ્થું ચૂંકવવામા આવશે. આ અંગે રાજ્ય સરકાર દ્વારા ટૂંક સમયમાં સત્તાવાર જાહેરાત કરવામા આવશે.
મોંઘવારી ભથ્થું શું હોય છે ?
મોંઘવારી ભથ્થું સરકારી કર્મચારીઓને વધતી મોંઘવારી સામે જીવન ધોરણ ટકાવી રાખવા માટે નક્કી કરેલ રકમ આપવામા આવે છે. જેનો લાભ સરકારી કર્મચારીઓ, જાહેર ક્ષેત્રના કર્મચારીઓ અને પેન્શનધારકોને આપવામાં આવે છે. વર્તમાન મોંઘવારીને ધ્યાને રાખીને દર 6 મહિને તેની ગણતરી કરવામાં આવે છે. કર્મચારીઓને સંબંધિત પગાર ધોરણના આધારે મૂળ પગાર અનુસાર મોંઘવારી ભથ્થું ગણવામાં આવે છે.
આ પણ વાંચો : ગાંધીનગરના પૂર્વ કલેક્ટર ભ્રષ્ટાચારના કેસમાં ભરાયા, સરકાર પોતે બની ફરિયાદી