ગુજરાતટોપ ન્યૂઝ

ખેડૂતો માટે સારા સમાચાર, ગુજરાતમાં તુવેરનો ટેકાનો ભાવમાં વધારો કરાયો

Text To Speech
  • જુનાગઢ કૃષિ યુનિવર્સિટી (JAU)એ તુવેરના ખેડૂતો માટે એક એડવાઈઝરી જાહેર કરી
  • તુવેર મણદીઠ રૂ. 2,100થી ઉપર જાય તો વેચવાનું સુચન કર્યું
  • અત્યારે મણદીઠ રૂ. 1,800 આસપાસ ચાલી રહ્યો છે

ગુજરાતના ખેડૂતો માટે સારા સમાચાર છે. જેમાં રાજ્યમાં તુવેરનો ટેકાનો ભાવમાં વધારો કરાયો છે. તેમાં તુવેરનો ટેકાનો ભાવ રૂ. 1,320થી વધારીને રૂ.1,400 પ્રતિ મણ નક્કી કર્યો છે. માર્ચ પછી જુનાગઢ કૃષિ યુનિવર્સિટીએ તુવેરનું વેચાણ કરવાની સલાહ આપી છે.

આ પણ વાંચો: વડાપ્રધાન નરેન્દ્ર મોદી 22 ફેબ્રુઆરીએ ગુજરાતના પ્રવાસે, મંદિરની પ્રાણપ્રતિષ્ઠામાં આપશે હાજરી 

જુનાગઢ કૃષિ યુનિવર્સિટી (JAU)એ તુવેરના ખેડૂતો માટે એક એડવાઈઝરી જાહેર કરી

એગ્રિકલ્ચર ઇકોનોમિક્સ ડિપાર્ટમેન્ટે આ વર્ષે માર્ચ પછી તુવેરનું વેચાણ કરવાની સલાહ આપી છે. જુનાગઢ કૃષિ યુનિવર્સિટી (JAU)એ તુવેરના ખેડૂતો માટે એક એડવાઈઝરી જાહેર કરી છે. વર્તમાન બજાર સ્થિત અને ઉત્પાદનને ધ્યાનમાં રાખીને જુનાગઢ કૃષિ યુનિવર્સિટી (JAU)એ તુવેરના ખેડૂતો માટે એક એડવાઈઝરી જાહેર કરી છે. યુનિવર્સિટીના એગ્રિકલ્ચર ઇકોનોમિક્સ ડિપાર્ટમેન્ટે આ વર્ષે માર્ચ પછી તુવેરનું વેચાણ કરવાની સલાહ આપી છે. બજારના ઈકોનોમેટ્રિક વિશ્લેષણમાં જાણવા મળ્યું છે કે ફેબ્રુઆરી-માર્ચ દરમિયાન લણણીના સમયે તુવેરના ભાવ મણદીઠ રૂ. 1800-2000ની રેન્જમાં રહી શકે છે.

આ પણ વાંચો: અમદાવાદમાં પાણીકાપ, આ વિસ્તારના લોકો ખાસ ધ્યાન રાખજો

તુવેર મણદીઠ રૂ. 2,100થી ઉપર જાય તો વેચવાનું સુચન કર્યું

JAUએ કાપણીની મોસમમાં તુવેર મણદીઠ રૂ. 2,100થી ઉપર જાય તો વેચવાનું સુચન કર્યું છે. એગ્રિકલ્ચર ઇકોનોમિક્સ ડીપાર્ટમેન્ટે જણાવ્યું હતું કે, ગુજરાતની વિવિધ બજારોમાં ફેબ્રુઆરી 2023 દરમિયાન 20 કિલોનો ભાવ રૂ. 1420 આસપાસ હતો જે મેમાં વધીને રૂ. 1640 અને ઓક્ટોબરમાં રૂ. 2,000 જેટલો થયો હતો. ત્યારબાદ સિઝન શરુ થતા ભાવમાં ઘટાડો થયો હતો જે અત્યારે મણદીઠ રૂ. 1,800 આસપાસ ચાલી રહ્યો છે. ગત વર્ષની જેમ આ વર્ષે પણ તુવેરનું ઉત્પાદન ઓછુ થવાનો અંદાજ હોવાથી વધઘટ સાથે આ સપાટીએ મજબુત રહેવાની સંભાવના છે.

Back to top button