નેશનલ

ખેડૂતો માટે સારા સમાચાર, કેન્દ્ર સરકાર હવે ઓછા ભાવે આપશે ‘DAP’, જાણો કોને અને ક્યારથી મળશે

Text To Speech

જગતના તાત માટે ખુશીના સમાચાર છે ખેડૂતોને હવે અડધાથી ઓછા ભાવે DAP મળશે. કેન્દ્ર સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી. ખેડૂતોના ખેતરોમાં DAP નાખવાનો ખર્ચ ટૂંક સમયમાં અડધો થઈ જશે. હવે એક બેગ DAPનું કામ એક બોટલ DAP કરશે. મોદી સરકાર લાંબા સમયથી આ દિશામાં કામ કરી રહી હતી અને હવે તેણે IFFCO દ્વારા તૈયાર કરાયેલ નેનો DAP લોન્ચ કર્યું છે. જેનો સીધો ફાયદો ખેડૂતોને થશે અને ભારત આત્મ નિર્ભર બનશે. જાણીએ કેટલા ભાવે મળશે DAP.

ખેડૂતોએ ખેતી માટે DAP ખાતર પર વધારે રકમ ખર્ચવી પડે છે. જોકે કેન્દ્ર સરકાર તેના માટે મોટી સબસિડી (DAP સબસિડી) આપે છે. એવામાં મોદી સરકાર લાંબા સમયથી આવા ખાતરો વિકસાવવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહી હતી, જેનાથી ખેડૂતો અને સરકાર બંનેના ખર્ચમાં ઘટાડો થાય અને હવે કૃષિ મંત્રાલયે નેનો DAP લોન્ચ કરી છે. તેની કિંમત DAP બોરીની વર્તમાન કિંમત કરતા ઘણી ઓછી છે. જેનાથી સરકાર અને ખેડૂત બંનેને ફાયદો થશે.

આ પણ વાંચો : મોદી સરકારની ખેડૂતોને હોળીની ભેટ, કિસાન સન્માન નિધિનો 13મો હપ્તો ખેડૂતોના ખાતામાં જમા

સહકારી ક્ષેત્રની ખાતર કંપની IFFCO દ્વારા આ લિક્વિડ નેનો DAP વિકસાવવામાં આવી છે. IFFCOના મેનેજિંગ ડિરેક્ટર યુ. એસ. અવસ્થી અને કેન્દ્રીય રસાયણ અને ખાતર મંત્રી મનસુખ માંડવિયાએ ટ્વીટર પર આ અંગેની માહિતી આપી છે. અવસ્થીએ તેને જમીન અને પર્યાવરણ સંરક્ષણની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું ગણાવ્યું છે, જ્યારે મંત્રી મનસુખ માંડવિયાએ ભારતને આત્મનિર્ભર બનાવવાની દિશામાં એક મોટી સિદ્ધિ ગણાવી છે.

 

આ પણ વાંચો : ગુજરાતે કૃષિ, ઉદ્યોગ અને સેવા ત્રણેય ક્ષેત્રોમાં દેશભરમાં ઊડીને આંખે વળગે તેવી વિકાસની નૂતન કેડી કંડારી : મંત્રી ઋષિકેશ પટેલ

અડધા લિટરની બોટલ 600 રૂપિયામાં મળશે

IFFCO દ્વારા નિર્મિત નેનો DAPની કિંમત 600 રૂપિયા હશે. આમાં, 500 મિલી એટલે કે અડધો લિટર પ્રવાહી DAP મળશે. જે DAPની એક બોરી જેટલું કામ કરશે.

DAPની એક બોરીની વર્તમાન કિંમત રૂ. 1,350 છે. હવે નેનો DAP આવવાથી DAP પર ખેડૂતોનો ખર્ચ અડધો થઈ જશે. સાથે જ કેન્દ્ર સરકારની સબસિડી પર થતા ખર્ચમાં પણ ઘટાડો થશે. આનાથી દેશના વિદેશી મુદ્રા ભંડારને બચાવવામાં પણ મદદ મળશે, જે તેની આયાત પર ખર્ચવામાં આવે છે. કેન્દ્ર સરકારના આ નિર્ણયથી સરકાર અને ખેડૂત બંનેને ફાયદો થશે.

Back to top button