પશુપાલકો માટે આનંદના સમાચાર, પંચમહાલ ડેરીએ દૂધના ખરીદ ભાવ વધાર્યા


- પંચમહાલ ડેરીએ દૂધના ખરીદ ભાવ વધાર્યા
- પ્રતિ કિલો ફેટે 30 રૂપિયાનો વધારો કરાયો
- 11 એપ્રિલથી પશુપાલકોને ભાવ વધારો ચૂકવાશે
પંચમહાલના પશુપાલકો માટે આનંદના સમાચાર સામે આવી રહ્યા છે. પંચમહાલ ડેરીએ દૂધના ખરીદ ભાવમાં વધારો કર્યો છે. પંચમહાલ ડેરીએ પ્રતિ કિલો ફેટે 30 રૂપિયાનો વધારો કર્યો છે. આ ભાવ વધારો 11 એપ્રિલથી પશુપાલકોને ચૂકવવામાં આવશે. પશુપાલકોને દૂધના ભાવમાં વધારો મળતાં ફાયદો થયો છે.
પંચમહાલ ડેરીએ દૂધના ખરીદ ભાવમાં વધારો કર્યો
અમુલે દૂધના ભાવમાં વધારો કર્યા બાદ હવે પંચમહાલની ડેરીએ પણ દૂધના ભાવમાં વધારો કર્યો છે. પંચમહાલ ડેરીએ પ્રતિ કિલો ફેટે 30 રૂપિયાનો વધારો કર્યો છે. જેથી પશુપાલકોને દૂધના અગાઉ પ્રતિ કિલો ફેટે રૂ.750 મળતા હતા તે હવે પ્રતિ કિલો ફેટે રૂ.780 મળશે.
જાણો હવે કેટલા ચૂકવાશે
પંચમહાલ ડેરી દ્વારા ભેંસના એ ગ્રેડ દૂધના ભાવમાં પણ વધારો કરાયો. જે મુજબ અગાઉ દૂધના પ્રતિ કિલો ફેટના 750 રૂપિયા અને ભેંસના એ ગ્રેડ દૂધના પ્રતિ કિલો ફેટના 780 રૂપિયા ચુકવવામાં આવતાં હતાં. જેના બદલે પ્રતિ કિલો ફેટના 780 રૂપિયા એટલે કે 30 રૂપિયા વધારે અને ભેંસના એ ગ્રેડ દૂધના 800 રૂપિયા કિલો ફેટના એટલે કે 20 રૂપિયા વધારે ચુકવવામાં આવશે.આ ભાવવધારો 11 એપ્રિલથી લાગૂ કરવામાં આવશે. પંચમહાલ ડેરી દ્વારા આ ભાવ વઘારો કરાતા અઢી લાખથી વધુ પશુપાલકોને તેનો લાભ મળશે. જેના કારણે પશુપાલકોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે.
આ પણ વાંચો : મિશન કર્ણાટક : PM મોદી બાંદીપુર ટાઈગર રિઝર્વની મુલાકાતે, વાઘની વસ્તીના આંકડા કરશે જાહેર