ઉત્તર ગુજરાતકચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટ્રેન્ડિંગદક્ષિણ ગુજરાતમધ્ય ગુજરાતમનોરંજન

ખુશખબર: શું તમે પણ માત્ર રૂ.99માં જોવા માંગો છો મૂવી?, આ રીતે ટિકિટનું કરો બુકિંગ

18 સપ્ટેમ્બર, ફિલ્મ રસીયાઓ માટે એક ખુશીના સમાચાર આવ્યા છે. 20 સપ્ટેમ્બરના રોજ રાષ્ટ્રીય સિનેમા દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. આ દિવસે લગભગ તમામ થિયેટર તેમના ગ્રાહકોને ટિકિટ બુકિંગ પર આ ઑફર આપશે. આ ઑફર હેઠળ PVR હોય કે સિનેપોલિસ જ્યાં 300-400 રૂપિયાની ટિકિટ હોય છે, ત્યાં બધા ઉપર તમને માત્ર 99 માં એ મૂવીની ટિકિટ મળશે. જો તમને હોલમાં મૂવી જોવાનું ગમતું હોય તો 20 સપ્ટેમ્બરના રોજ તમે 99 રૂપિયામાં કોઈપણ ફિલ્મની ટિકિટ ખરીદી શકો છો.

નેશનલ સિનેમા ડે પર દેશભરમાં લગભગ તમામ સિનેમાઘરોમાં ટિકિટના ભાવ ઘણા ઓછા કરી દેવામાં આવશે. તમારે ફિલ્મ જોવા માટે 100 રૂપિયાથી પણ ઓછા ખર્ચવા પડશે. જો તમે સિનેમા અથવા બોલિવૂડ ફિલ્મો જોવાના શોખીન છો, તો તમારી મનપસંદ મૂવી ઓછા દરે જોઈ શકો છો. આ ડિસ્કાઉન્ટ એટલા માટે આપવામાં આવી રહ્યું છે કારણ કે 20 સપ્ટેમ્બરના રોજ રાષ્ટ્રીય સિનેમા દિવસ છે. જેનાં કારણે રાષ્ટ્રીય સિનેમા દિવસ પર PVR, Cinepolis અને INOX માં મૂવી ટિકિટોની કિંમતો ઘટાડીને 99 રૂપિયા કરવામાં આવી છે. આ સ્પેશિયલ ઓફરનો લાભ લેવા માટે લોકો પડાપડી કરી રહ્યા છે. આ દિવસે થિયેટર લોકોને સસ્તામાં મૂવી જોવાનો લાભ આપે છે. તમે માત્ર 99 રૂપિયામાં નવી ફિલ્મોનો આનંદ લઈ શકો છો. જો તમે અથવા તમારા પરિવારના સભ્યો ફિલ્મો જોવાના શોખીન હોય તો તમારે તમારો આ દિવસ બગાડવો જોઈએ નહીં. તો જાણો ટિકિટ કયા અને કઈ રીતે બુક કરવી.

આ રીતે બુક કરો ટિકિટ
રાષ્ટ્રીય સિનેમા દિવસના ખાસ અવસર પર સિનેમા પ્રેમીઓ માટે ફરી એક નવી ભેટ આવી છે. હવે તમે માત્ર 99 રૂપિયામાં તમામ લેટેસ્ટ મૂવીઝ જોઈ શકો છો. ટિકિટ બુક કરવા સૌથી પહેલા તમારે એપમાં જઈને તમારું લોકેશન સિલેક્ટ કરવાનું રહેશે. આ પછી તમારી મનપસંદ ફિલ્મ પસંદ કરો અને તારીખમાં માત્ર 20 સપ્ટેમ્બર પસંદ કરો. આ પછી બુક ટિકિટ વિકલ્પ પર ક્લિક કરો જ્યાં કિંમત રૂ. 99 છે. હવે સીટ પસંદ કરો અને પેમેન્ટ ઓપ્શન પર ક્લિક કરો. પેમેન્ટ કર્યા બાદ તમારી સીટ બુક થઈ જશે. 99 રૂપિયામાં મૂવી ટિકિટ બુક કરવા માટે તમે BOOKMYSHOW, PVR સિનેમા, Paytm, INOX, CINEPOLIS, CARNIVALનો ઑનલાઇન ઉપયોગ કરી શકો છો. ઓનલાઈન ટિકિટ બુક કરાવો છો તો તમને ફિલ્મની ટિકિટ માત્ર 99 રૂપિયામાં મળશે. પરંતુ વધારાનો ચાર્જ એટલે કે ટેક્સ, હેન્ડલિંગ ચાર્જ થિયેટર પ્રમાણે જ ચૂકવવાનો રહેશે.

આ ઑફર PVR, INOX, CINEPOLIS, CARNIVAL, MIRAJ, CITY PRIDE, ASIAN, MUKTA A2, MOVIE TIME, WAVE, M2K, DELITE અને બીજી ઘણી મૂવી હોલ સ્ક્રીન પર ઉપલબ્ધ છે. જો કે આ થિયેટરોના નિયમો અને શરતો પર પણ નિર્ભર રહેશે.

આ પણ વાંચો…. વડોદરાઃ યુવકે એક પૈડાવાળી સાયકલ પર સવાર થઈ આપી ગણેશજીને વિદાય, જૂઓ વીડિયો

Back to top button