ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલમનોરંજન

ગુડ ન્યૂઝ! દીપિકા પાદુકોણ બનશે માતા, આ મહિનામાં બાળકને આપશે જન્મ

Text To Speech
  • બૉલીવુડના પોપ્યુલર કપલ દીપિકા પાદુકોણ અને રણવીર સિંહના ઘરે ટૂંક સમયમાં બંધાશે પારણું

મુંબઈ, 29 ફેબ્રુઆરી: બોલિવૂડ એક્ટ્રેસ દીપિકા પાદુકોણ ચર્ચામાં રહે છે અને હવે ફરી એકવાર તે સોશિયલ મીડિયા પર પોપ્યુલર થઈ ગઈ છે. આ વખતે દીપિકા પાદુકોણે ફેન્સને સૌથી મોટી સરપ્રાઈઝ આપતા ખુશખબર જાહેર કરી છે. દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ ટૂંક સમયમાં માતા-પિતા બનવાના છે. આટલું જ નહીં, પોતાની પ્રેગ્નન્સીની જાહેરાત કરવાની સાથે અભિનેત્રીએ એ પણ જણાવ્યું કે, ક્યારે તેનું ઘરમાં બાળકના અવાજથી ગુંજી ઉઠશે. તેણીએ કહ્યું કે, તે ગર્ભવતી છે અને ટૂંક સમયમાં તે માતા બનશે અને રણવીર સિંહ પિતા બનશે. દીપિકા પાદુકોણ સપ્ટેમ્બર મહિનામાં બાળકને જન્મ આપશે. આ ખુશખબર સાંભળીને ફેન્સ ખુશખુશાલ થઈ ગયા છે અને બંનેને સતત અભિનંદન પાઠવી રહ્યા છે.

 

દીપિકા-રણવીરે પોસ્ટ શેર કરી જાહેર કર્યું 

ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ શેર કરીને દીપિકા પાદુકોણ અને રણવીર સિંહે જણાવ્યું કે, તેમનું બાળક ક્યારે આ દુનિયામાં આવવાનું છે, એટલે કે દીપિકા પાદુકોણ કયા મહિનામાં બાળકને જન્મ આપશે. શેર કરેલી પોસ્ટ મુજબ, બંને સપ્ટેમ્બર મહિનામાં માતા-પિતા બનશે. હાલમાં બંને પેરેન્ટ્સ બનવાની તૈયારી કરી રહ્યા છે. પોસ્ટમાં એક તસવીર શેર કરવામાં આવી છે, જેમાં બાળકોના કપડાં, રમકડા અને શૂઝ દેખાડવામાં આવ્યા છે અને તેના પર સપ્ટેમ્બર 2024 લખેલું છે. આ પોસ્ટના કેપ્શનમાં એક અદ્રશ્ય ઈમોજી પણ છે. તે સ્પષ્ટ કરે છે કે દીપિકા પાદુકોણ ગર્ભવતી છે અને ટૂંક સમયમાં માતા બનશે.

આ પણ જુઓ: હવે અભિનેત્રી તાપસી પન્નુ દુલ્હન બનવા તૈયાર, આ વિદેશી સાથે લેશે સાત ફેરા

Back to top button