બુલેટ ટ્રેનને લઈને ખુશખબર ! રેલવે મંત્રાલયે જાપાન સાથે કર્યો વધુ એક કરાર
હાઉસિંગ અને અર્બન અફેર્સ મંત્રાલય (MoHUA) અને રેલવે મંત્રાલયએ પ્રોજેક્ટ હેઠળ ‘મુંબઈ-અમદાવાદ હાઈ સ્પીડ રેલ કોરિડોર સાથે સ્ટેશન વિસ્તાર વિકાસ’ માટે જાપાન ઈન્ટરનેશનલ કોઓપરેશન એજન્સી (JICA) સાથે સંયુક્ત રીતે સમજૂતી કરાર (MoU) પર હસ્તાક્ષર કર્યા છે.
રેલ્વે મંત્રાલયે જાપાન સાથે કર્યા હસ્તાક્ષર
લોકો ઘણા લાંબા સમયથી ખુબ આતુરતાથી બુલેટ ટ્રેનની રાહ જોઈ રહ્યા છે. અમદાવાદ અને મુંબઈ વચ્ચે પ્રસ્તાવિત બુલેટ ટ્રેન વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સૌથી મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ પૈકીની એક છે. તાજેતરમાં રેલ્વે મંત્રાલયે જાપાન સાથે અન્ય એક કરાર પર હસ્તાક્ષર કર્યા છે. આવાસ અને શહેરી બાબતોના મંત્રાલય (MoHUA) અને રેલવે મંત્રાલયે મુંબઈ-અમદાવાદ હાઈ-સ્પીડ રેલ સાથે સ્ટેશન વિસ્તારના વિકાસ માટે જાપાન ઈન્ટરનેશનલ કોઓપરેશન એજન્સી (JICA) સાથે સંયુક્ત રીતે સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા છે. પ્રોજેક્ટ-સ્માર્ટ મુંબઈ-અમદાવાદ હાઈ-સ્પીડ રેલ્વે (MAHSR) સ્ટેશનોની આસપાસના વિસ્તારોના વિકાસની પરિકલ્પના કરે છે જેથી મુસાફરોની સુલભતા અને સગવડતા વધારવા અને સ્ટેશન વિસ્તારોની આસપાસના વિસ્તારમાં આર્થિક પ્રવૃત્તિઓને પ્રોત્સાહન મળે.
ચાર હાઇ સ્પીડ રેલ સ્ટેશનો માટે હસ્તાક્ષર
મહત્વનું છે કે ચાર હાઇ સ્પીડ રેલ સ્ટેશનો માટે એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા . જેમાં ગુજરાતમાં સાબરમતી, સુરત અને મહારાષ્ટ્રમાં વિરાર અને થાણે રૂટમાં 12 સ્ટેશનોમાંથી સુરત, વિરાર અને થાણે ગ્રીન ફિલ્ડ છે જ્યારે સાબરમતી બ્રાઉન ફિલ્ડ ડેવલપમેન્ટ છે.
પ્રથમ સેમિનાર નવી દિલ્હીમાં યોજાયો
અમદાવાદ અને મુંબઈમાં પ્રોજેક્ટ-SMART માટે શ્રેણીબદ્ધ સેમિનાર અને ક્ષેત્રની મુલાકાતોનું આયોજન કરી રહ્યા છે. આ શ્રેણીનો પ્રથમ સેમિનાર નવી દિલ્હીના નિર્માણ ભવન ખાતે આયોજિત કરવામાં આવ્યો હતો. જેમાં જાપાન એમ્બેસી, JICA HQ, JICA India Office, JICA નિષ્ણાતોની ટીમ, રેલ્વે મંત્રાલય, નેશનલ હાઇ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ, MoHUA, TCPO ના અધિકારીઓએ ચર્ચા કરી હતી.
ભારતની પ્રથમ હાઇ-સ્પીડ રેલ લાઇન
મુંબઈ-અમદાવાદ હાઈ-સ્પીડ રેલ કોરિડોર એ ભારતના આર્થિક હબ મુંબઈને અમદાવાદ શહેર સાથે જોડતી એક નિર્માણાધીન હાઈ-સ્પીડ રેલ લાઇન છે. જ્યારે પૂર્ણ થશે, તે ભારતની પ્રથમ હાઇ-સ્પીડ રેલ લાઇન હશે.
NHSRCLની સ્થાપના
નેશનલ હાઈ-સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ (NHSRCL) ની સ્થાપના 12 ફેબ્રુઆરી, 2016 ના રોજ કંપની એક્ટ, 2013 હેઠળ ભારતમાં હાઈ-સ્પીડ રેલ કોરિડોરને ધિરાણ, નિર્માણ, જાળવણી અને સંચાલનના ઉદ્દેશ્ય સાથે કરવામાં આવી હતી.
આ પણ વાંચો : સોલાર પાવરથી ચાલતી એક એસી બસ જેમાં ગરીબ વિધાર્થીઓને અપાય છે શિક્ષણ, જુઓ શું છે આ નવતર પ્રયોગ