ગુજરાતટોપ ન્યૂઝ

ગુજરાતની ચૂંટણીમાં ભાજપના યુવા મોર્ચાનો મહત્વનો ફાળો: તેજસ્વી સૂર્યા

આજથી બે દિવસ માટે ગુજરાતમાં બીજેપી યુવા મોરચા દ્વારા સુશાસન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં રાજ્ય સરકાર દ્વારા જે વિકાસ કાર્યો કરવામાં આવ્યા છે તે સ્થળ ઉપર યુવા મોરચાના નેતાઓ મુલાકાત લેશે. પીએમ મોદી દ્વારા રાષ્ટ્રીય યુવા મોરચાના નેતાઓ સાથે બેઠક કરી સૂચન કર્યું હતું કે બીજેપી શાસિત રાજ્યોમાં જે વિકાસ કાર્યો થયા છે તેમાં યુવા મોરચાના કાર્યકર્તાઓ મુલાકાત લે અને અભ્યાસ કરે જેને લઈને આયોજન રાષ્ટ્રીય સ્તરે થઈ રહ્યું છે.

આ પણ વાંચો: અચરજ: અમદાવાદમાં વ્યક્તિ બે હાથ લંબાવે એટલી જ માથાદીઠ ખુલ્લી જમીન બચી

આજથી બે દિવસ માટે ગુજરાતમાં બીજેપી યુવા મોરચા દ્વારા સુશાસન યાત્રા

તેજસ્વી સૂર્યાએ સુશાસન યાત્રા અંગે જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શનમાં યુવા મોરચા દ્વારા એક વર્ષથી દેશભરમાં ભાજપ સાશિત રાજયોમાં થયેલા વિકાસના કાર્યો અંગે માહિતી મેળવા સુશાન યાત્રા નિકાળવમાં આવી છે. આ યાત્રા થકી ભાજપ સાશિત પ્રદેશોમાં બે કે ત્રણ દિવસ દરમિયાન એજ્યુકેશન, હેલ્થ, ફાઇનાન્સ સહિત વિવિધ કાર્યોનો તાગ કાર્યોકરો કરે તે માટે આ યાત્રા દેશભરમાં નિકાળવામાં આવી છે. આ યાત્રામાં દેશના દરેક રાજયોમાંથી અને પ્રદેશ સ્તરના એમ 50 જેટલા કાર્યકરોની એક ટીમ બનાવવામાં આવી છે. ગત એક વર્ષથી આશરે 9 સુસાશન યાત્રા દેશના વિવિધ રાજયોમાં પુરી થઇ છે. જેમાં આજથી ગુજરાતમાં સુશાસન યાત્રા શરૂ થઇ છે.

આ પણ વાંચો: લોકસભા 2024ની ચૂંટણી માટે ભાજપની તૈયારી શરૂ, સી.આર.પાટીલે બનાવ્યો જીતનો માસ્ટર પ્લાન

ગુજરાત રાજય આજે દેશ માટે એક આદર્શ રાજય બન્યું

બે દિવસમાં અમદાવાદ, ગાંધીનગર સહિત ગુજરાતમાં ભાજપ સરકારમાં જે રીતે વિવિધ મોડલલક્ષી વિકાસના કાર્યો થયા છે તેને યુવા મોરચાના કાર્યકરો માહિતી એકત્ર કરી તેમજના પ્રદેશમાં વિકાસના કાર્યોની માહિતી પ્રદેશના કાર્યકરો અને મીડિયાને આપશે. પાછલા 30 વર્ષમાં ગુજરાત સુશાનની લેબોરેટરી બન્યું છે. ગુજરાતમાં દરેક ક્ષેત્રે વિકાસ થયો છે તે માટે ગુજરાત રાજય આજે દેશ માટે એક આદર્શ રાજય બન્યું છે. સુશાન યાત્રા દરમિયાન ઇફ્કો,ગીફટ સીટી, રેલવે સ્ટેશન, વિદ્યા સમિક્ષા કેન્દ્ર, ફોરેન્સીક સાયન્સ યુનિવર્સિટી તેમજ પ્રમુખ સ્વામિ શતાબ્દી મહોત્સવનો ભવ્ય કાર્યક્રમમા સ્વયંસેવક અને સંતો સાથે આયોજન અંગે માહિતી લેવામાં આવશે તેમજ સેવાકીય કાર્યોમાં પણ ભાગ લેવામાં આવશે.

Back to top button