ધર્મનવરાત્રિ-2022

ગોંડલ: સમગ્ર દેશમાં આવેલા બે મંદિરો માનું એક મંદિર જાણો માતાના ઉદભવ વિશે !

Text To Speech

ભારતમાં શક્તિપીઠો ઘણી છે. સમગ્ર દેશમાં ભુનેશ્વરના બે જ મંદિરો છે. તેમાં એક પ્રાચીન મંદિર દક્ષિણમાં આવેલું છે. જયારે બીજું પીઠસ્થાન સાથેનું માં ભુવનેશ્વરીનું મંદિર પશ્ચિમમાં સોરાષ્ટ્ર પ્રદેશમાં ગોંડલમાં આવેલું છે. આ મંદીરની સ્થાપના ઇ.સ.1946માં થયેલી છે. મંદીરમાં માતાજીની પુરા કદની શ્વેત આરસની મૂર્તિ આસીન મુદ્રામાં શોભે છે. મંદીના પતંગણમાં શ્રી ભુનેશ્વર મહાદેવનું પતાલસ્થ મંદિર આવેલું છે. બ્રહ્મલીન જગદગુરુ શ્રી ચારનતીર્થ મહારાજશ્રીની ‘ગાદી’ ન દર્શન કરવા હજારો યાત્રાળુઓ અહી ઉમટે છે.

ભુવનેશ્વરીનો અર્થ છે ભુવનોની ઈશ્વરી અર્થાત સ્વામિની. મંત્રશાસ્ર-તંત્રશાસ્ત્રમાં દશ મહાવિદ્યાઓનું ખૂબ મોટું મહાત્મ્ય છે. આ દશે મહાવિદ્યા માતા પાર્વતીની મહાશક્તિઓ છે, જે હરહંમેશ શુભતાનું, ધર્મનું, પીડિતોનું રક્ષણ કરે છે.

જગદમ્બા ભુવનેશ્વરીનું સ્વરૂપ સૌમ્ય અને જાજરમાન છે. તેઓ સિંહ પર સવારી કરનાર ચતુર્ભૂજા છે. ત્રિદેવ ઉપરાંત ઈન્દ્રાદિક દેવતાઓ, ક્ષેત્રપાલો, યક્ષો, ગંધર્વો, કિન્નરો, નાગ, વિદ્યાધર સૌ કોઈ તેમને પૂજે છે.

આ પણ વાંચો: ચોટીલા: જાણો કેવી રીતે હવન કુંડમાંથી તેજ સ્‍વરૂપે પ્રગટ થયા મહાશકિત !

દેવી ભાગવત અનુસાર દુર્ગમ નામનાં દૈત્યના ત્રાસથી કંટાળી દેવતાઓએ અને બ્રાહ્મણોએ ભગવતી આરાધના કરી ત્યારે તેમણે ભુવનેશ્વરી સ્વરૂપે દર્શન આપ્યા હતાં. એમનાં હાથોમાં બાણ, કમળનું પુષ્પ, શાકમૂળ હતાં. પોતાનાં નેત્રોમાંથી એમણે જળની હજારો ધારા વહાવી જેનાંથી સુષ્ટિના તમામ જીવો તૃપ્ત થયા, નદીઓ છલોછલ બની ગઇ અને વનરાજી છવાઇ ગઇ. પોતાના હાથમાં લીધેલા શાકો, ફળમૂળનાં કારણે ભુવનેશ્વરીનાં શાકમ્ભરી તથા શતાક્ષી જેવાં નામો પણ પડ્યાં. તેમણે જ દુર્ગમાસુરનો વધ કર્યો. એ પછી દુર્ગા (દુર્ગમાસુરનો વધ કરનારા) નામથી પણ ઓળખાયા. દસ મહાવિદ્યાઓમાં ભુવનેશ્વરીનું સ્થાન છે. દેવીપુરાણ કહે છે કે, મૂળ પ્રકૃત્તિનું, સમસ્ત સંસારનું બીજું જ નામ ભુવનેશ્વરી છે.માતા ભુનેશ્વરી- humdekhengenewsતેમનાં હાથમાં રહેલું અંકુશ એ નિયંત્રણનું પ્રતીક છે તો એમનાં હાથમાં રહેલું પાશ એ રાગ તથા આસકિતનું પ્રતીક છે. ટૂંકમાં કહીએ તો જગતનો સાર તેનાં સ્વરૂપમાં જ સમાવિષ્ટ છે. વિશ્વને વમન કરી જવાનાં કારણે તેને વામા કહેવાય છે તો શિવમય હોવાનાં કારણે જયેષ્ઠા તરીકે પણ ઓળખાય છે. પાપીઓને દંડિત કરવાનાં કારણે તેઓ રૌદ્રી પણ કહેવાયાં.

મહાનિર્વાણતંત્ર મુજબ સંસારની તમામ મહાવિદ્યાઓ અને સાત કરોડ મહામંત્રો ભુવનેશ્વરીની સેવામાં સંલગ્ન છે. કાલી તત્ત્વ શરૂ કરીને કમલા તત્ત્વ સુધીની દસ સ્થિતિઓ છે. જેમાં ભુવનેશ્વરી બ્રહ્માંડ સ્વરૂપ છે, પ્રલયકાળમાં એ કમળામાંથી (વ્યક્ત જગતમાંથી) ક્રમશઃ લય થઇને મૂળ પ્રકૃત્તિ સ્વરૂપ કાલી રૂપ બની જાય છે.ભુવનેશ્વરી માતા - humdekhengenewsએટલે જ ભુવનેશ્વરીને કાળના જન્મયાત્રી પણ કહેવાય છે. ભુવનેશ્વરીની આરાધના ધનવૈભવ, સંતાનસુખ, જ્ઞાન, શકિતસામર્થ્ય માટે શ્રેયકર ગણાય છે. મા ભુવનેશ્વરીનું પૂજનઅર્ચન હરકોઈ કરી શકે છે. કહેવાય છે કે શિવ અને હનુમાનજીની પૂજા સ્ત્રીઓ કરી શકતી નથી, ગાયત્રીની ઉપાસનાનો અધિકાર બ્રાહ્મણોને જ છે, વગેરે..પરંતુ બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર તમામ વર્ણ તથા જગતના તમામ નરમાદા મા ભુવનેશ્વરીનું પૂજનઅર્ચન કરી શકે છે.•

Back to top button