કચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટોપ ન્યૂઝ

ગોંડલ MLA પુત્ર ગણેશસિંહની ધરપકડ, જૂનાગઢના દલિત યુવકના અપહરણ-હત્યાના પ્રયાસનો છે આરોપ

Text To Speech

ગોંડલ, 5 મે : જૂનાગઢના દલિત યુવકનું અપહરણ કરી હત્યા કરવાના પ્રયાસના કેસમાં ગોંડલના ધારાસભ્યના પુત્રની ધરપકડ કરવામાં આવી છે. જૂનાગઢ એલસીબીની ટીમે ધરપકડ કરી જૂનાગઢ લઈ ગઈ છે અને ત્યાં આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અગાઉ આ મામલે ત્રણ શખસોની ધરપકડ કરવામાં આવી હતી.

જૂનાગઢ એલસીબીએ કરી ગણેશની ધરપકડ

જાણવા મળી રહ્યું છે કે, ગોંડલના પૂર્વ ધારાસભ્ય અને હાલના મહિલા ધારાસભ્યના પુત્ર જ્યોતિરાદિત્યસિંહ ઉર્ફે ગણેશસિંહ જયરાજસિંહ જાડેજા અને તેમના સાગરીતો દ્વારા જૂનાગઢ એનએસયુઆઈના પ્રમુખ તેમજ કોંગ્રેસના આગેવાનના પુત્રનું અપહરણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ તેને ગણેશગઢ લઈ જવામાં આવ્યો હતો અને ત્યાં તેને બેફામ માર મારી તેનો વીડિયો ઉતારવામાં આવ્યો હતો. ત્યારબાદ તેને બદનામ કરવાની ધમકી આપવામાં આવી હતી.

દરમિયાન આ અંગે જૂનાગઢ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જે પૈકી ત્રણ શખસોની અગાઉ ધરપકડ કરાઈ હતી પણ ગણેશ ગોંડલ નાસ્તો ફરતો હતો. જેના પગલે તેની ધરપકડ કરવાની માંગ ઉઠતા આખરે તેની શોધખોળ દરમિયાન જૂનાગઢ એલસીબીની ટીમે ગણેશને ઝડપી લીધો હતો. તેની ધરપકડ કર્યા બાદ તેને જૂનાગઢ લઈ જવામાં આવ્યો હતો.

Back to top button