આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ગોંડલ ચોકડી બ્રિજ ખુલ્લો મુકાશે, જાણો શું છે તેની ખાસિયતો
સૌરાષ્ટ્રના પાટનગર સમા રાજકોટમાં ટ્રાફીકથી સતત ધમધમતા ગોંડલ ચોકડી વિસ્તારમાં ફલાય ઓવરનું આજે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવનાર છે. ત્યારે આ બ્રિજને ખુલ્લો મુકાતા વાહન ચાલકોને ટ્રાફિકની સમસ્યાથી રાહત મળશે. ત્યારે આ બ્રિજની ખાસિયતો શું છે તેના વિશે આપને જણાવીશું
સૌરાષ્ટ્રના વાહન ચાલકોને ટ્રાફિકથી મળશે રાહત
રાજકોટના ગોંડલ ચોકડી બ્રિજ પર ટ્રાફિકની સમસ્યા ખુબ વધારે હતી. અને તેને ધ્યાને રાખીને અહી 12 મીટરનો અતિ આધુનિક બ્રિજ તૈયાર કરવામાં આવ્યો છે. અને આ બ્રિજનું નિર્માણ કાર્ય છેલ્લા ચાર વર્ષથી ચાલી રહ્યું છે. જેને કારણે વૈહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડતો હતો. પરંતું આજે આ બ્રિજનું લોકાર્પણ કરતા વાહન ચાલકોને મોટી રાહત મળશે.
આ શહેરોને થશે ફાયદો
આ બ્રિજનું લોકાર્પણ કરાતા માત્ર રોજકોટવાસીઓને જ નહી પરંતુ સમગ્ર સૌરાષ્ટ્ર વાસીઓને ટ્રાફિકની સમસ્યાથી રાહત મળશે. રાજકોટ શહેરનો ગોંડલ ચોકડી વિસ્તાર જૂનાગઢ તરફથી રાજકોટનો મુખ્ય પ્રવેશદ્વાર પણ ગણવામાં આવે છે. તેમજ રાજકોટના લોકોને જૂનાગઢ તેમજ અમદાવાદ જવા માટે આ હાઈવે શહેરને જોડતો હોવાથી અહીથી પસાર થતા વાહનચાલકોને રાહત મળશે.
આજે સાંજે મુખ્યમંત્રીના હસ્તે થશે લોકાર્પણ
2021 માં ત્કાલીન મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે આ બ્રિજનું નવનિર્માણ માટે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું ત્યારે આજે સાંજે 5:00 વાગ્યે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે આ બ્રિજને ખુલ્લો મુકવામાં આવશે જેમાં રાજ્ય સરકારના મંત્રીઓ ધારાસભ્યો અને હાઇવે ઓથોરિટીના અધિકારીઓ તથા જિલ્લાના અધિકારીઓ ઉપસ્થિત રહેશે.
જાણો શું છે. આ બ્રિજની ખાસિયત
આ બ્રિજનું નિર્માણ કાર્ય નેશનલ હાઇવે ઓથોરિટીએ કર્યું છે.
ગોંડલ ચોકડી વિસ્તારમાં 89.29 કરોડના જંગી ખર્ચે આ સિક્સલેન બ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ બ્રિજ 1.2 કિલોમીટર લાંબો છે.
ગોંડલ ચોકડી પરનો આ બ્રિજ અતિ આધુનિક પદ્ધતિથી બનાવવામાં આવ્યો છે. બ્રિજનું નિર્માણ આધુનિક ટેકનોલોજીથી કરવામાં આવ્યું છે.
એક પિલર પર બનાવવામાં આવેલો આ બ્રિજ રાજ્યનો પ્રથમ બ્રિજ હશે
આ બ્રિજને ઉભો કરવા માટે 45 મીટરના 12 ગડર મૂકવામાં આવ્યા છે. 30 મીટરના 20 ગડર દ્વારા આ બ્રિજનું નિર્માણ કાર્ય કરવામાં આવ્યું છે.
આ પણ વાંચો : હોળીકા દહનને લઈને AMCએ લોકોને કરી અપીલ કરી, જાણો શું કહ્યું