એજ્યુકેશન

સોનેરી તક : રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયામાં થઈ રહી છે ભરતી, અહિંયાથી મેળવો અપડેટ્સ

Text To Speech

રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયામાં નોકરી કરવાનું સપનું હોય તો એ પુરું થઈ શકે એમ છે. કેમ કે રિઝર્વ બેન્ક દ્વારા સતત નાની-મોટી ભરતી કરવામાં આવતી જ હોય છે.પરંતુ ઘણી વખત ત્યાં વેકન્સી હોવા અંગે આપણે જાણતા હોતા નથી.હવે એ માટે એક સરળ રસ્તો છે.આરબીઆઈમાં નોકરી માટેની જ ખાસ એક વેબસાઈટ છે.

opportunities.rbi.org.in

એ વેબસાઈટ પર નિયમિત રીતે વેકન્સીની વિગતો મુકવામાં આવે છે.આ વેબસાઈટ પર જતાં જ ઉપર મેનુમાં કરન્ટ વેકન્સી બટન જોવા મળશે. એના પર ક્લિક કરતાં ફરી વેન્સીસ વિભાગ જોવા મળશે.

તેના પર ક્લિક કરવાથી કેટલી જગ્યાઓ ક્યા વિભાગમાં છે, શું લાયકાત જરૃરી છે, ક્યારે પરીક્ષા છે… વગેરે વિગતો રજૂ થશે.શક્ય છે કે અત્યારે આ વેબસાઈટ પર તમારા માટે કોઈ નોકરી ન હોય, પરંતુ આ વેબસાઈટ ચેક કરતા રહેવામાં આવે તો આવનારી જગ્યાઓની જાણકારી મળતી રહેશે.

Back to top button