રામ મંદિરમાં સોનાનો દરવાજોઃ જાણો હજુ આવા કેટલા દરવાજા બનશે?


- પહેલા દરવાજાની ઝલક સામે આવી ચુકી છે, જેને જોઈને ભક્તો ઉત્સાહમાં આવી ગયા છે. આ દરવાજો રામ લલ્લાના ગર્ભગૃહનો મુખ્ય દરવાજો છે. આગામી ત્રણ દિવસમાં આવા વધુ દરવાજા લગાવવામાં આવશે.
અયોધ્યા, 10 જાન્યુઆરીઃ અયોધ્યા સ્થિત નિર્માણાધીન રામ મંદિરમાં સોનાના દરવાજા લગાવવાનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. પહેલા દરવાજાની ઝલક સામે આવી ચુકી છે, જેને જોઈને ભક્તો ઉત્સાહમાં આવી ગયા છે. આ દરવાજો રામ લલ્લાના ગર્ભગૃહનો મુખ્ય દરવાજો છે. આગામી ત્રણ દિવસમાં આવા 13 વધુ દરવાજા લગાવવામાં આવશે. રામ મંદિરમાં સ્થાપિત આ પહેલો દરવાજો હજાર કિલો સોનાના કોટિંગથી બનાવાયો છે.
શ્રી રામ જન્મભૂમિ મંદિરમાં નકશીકામવાળા દરવાજા લગાવવામાં આવી રહ્યા છે. દરવાજા પર, વિષ્ણુ ભગવાનનું કમળ, વૈભવનું પ્રતિક ગજ એટલે કે હાથી અને સ્વાગત મુદ્રામાં દેવીનું ચિત્ર અંકિત છે. શ્રી રામ મંદિરના દરવાજા પ્રાચીન સાગના વૃક્ષોથી બનેલા છે. આ અઠવાડિયે તમામ દરવાજા લગાવવામાં આવશે.
રામ લલ્લા માટે સિલ્વર પ્લેટેડ સિંહાસન
રામ લલ્લાના મંદિરમાં 44 દરવાજા હશે, જેમાંથી 14 દરવાજા ગોલ્ડ કોટેડ હશે. આ સાથે 30 દરવાજા ચાંદીથી કોટેડ કરવામાં આવશે અને રામ લલ્લાનું સિંહાસન પણ સિલ્વર પ્લેટેડ હશે, જ્યારે ભક્તો ભગવાન રામ લલ્લાના દર્શન કરવા જાય છે ત્યારે તેમને દૂરથી ભગવાન રામ લલ્લાના અદ્ભુત દર્શન થાય છે. તે રીતે રામ લલ્લાનું સિંહાસન બનાવાયું છે.
રામ મંદિર મોડલની માંગમાં વધારો
અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાની તૈયારીઓ ચાલી રહી છે. 22 જાન્યુઆરીએ રામ લલ્લા ભવ્ય મંદિરમાં વિરાજમાન થશે. પ્રાણ પ્રતિષ્ઠા પહેલા રામ મંદિર મોડલનો ક્રેઝ જબરજસ્ત વધી ગયો છે. આગ્રામાં લાકડામાં નકશીકામ કરીને રામમંદિરનું મોડલ તૈયાર કરાયું છે. માંગમાં વધારો થવાને કારણે દુકાનદારોને પુરવઠામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. હવે રામ મંદિર મોડલ માટે ઓર્ડર લેવાનું પણ બંધ કરી દેવાયું છે. રામ મંદિરના મોડલ વિવિધ કદમાં અને અલગ-અલગ કિંમતે ઉપલબ્ધ છે. સૌથી નાના રામ મંદિર મોડલની કિંમત 300 રૂપિયાથી 3000 રૂપિયા સુધીની છે.
આ પણ વાંચોઃ PM મોદીએ ઉસ્માન મીરનું રામ ભજન વખાણ્યું, કહ્યું- આ સાંભળીને દિવ્ય અનુભૂતિ થશે