સ્પોર્ટસ

ગોલ્ડન બોય નિરજ ચોપરાનો વિડીયો થયો વાયરલ : ફિટનેસનો મંત્ર તમે પણ જાણી લો

Text To Speech

ભાલા ફેંકમાં ભારતનું નામ વિશ્વસ્તરે ગુંજાવનાર નીરજ ચોપરા આ દિવસોમાં પોતાની ફિટનેસ પર સખત મહેનત કરી રહ્યો છે. તેણે પોતાના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ પર તેની કસરતનો એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોને શેર કરતી વખતે નીરજે તેના કેપ્શનમાં લખ્યું, ‘રુકના નહીં હૈ.’ આ વીડિયોમાં તે રોપ ક્લાઈમ્બિંગ કરતો જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચો : ભારતીય ટીમનાં મુખ્ય કોચ રાહુલ દ્રવિડ પર પૂર્વ કોચ રવિ શાસ્ત્રીએ ઉઠાવ્યા સવાલો

નીરજ ચોપરા માટે શાનદાર રહ્યું વર્ષ 2022

વર્ષ 2022 ભારતીય ભાલા ફેંક માટે અત્યાર સુધી શાનદાર રહ્યું છે. તેણે આ વર્ષે સપ્ટેમ્બરમાં ઝ્યુરિચ (સ્વિટ્ઝર્લૅન્ડ)માં આયોજિત ડાયમંડ લીગની ફાઇનલમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. ટૂર્નામેન્ટ દરમિયાન તેણે 88.84 મીટર જેવલિન થ્રો કર્યો હતો. ડાયમંડ લીગ ફાઇનલમાં મેડલ જીતનાર નીરજ પ્રથમ ભારતીય ખેલાડી છે.

શા માટે કરવામાં આવે છે રોપ ક્લાઇમ્બિંગ ?

ખેલાડીઓ તેમની ફિટનેસ જાળવવા માટે દોરડા પર ચઢી જવાની કસરતને રોપ ક્લાઇમ્બીંગ કહેવામાં આવે છે. રોપ ક્લાઇમ્બીંગ ખાસ કરીને ખભા, કમર અને હાથની કસરત માટે કરવામાં આવે છે. આ કસરત ખભા, કમર અને હાથને ખૂબ જ મજબૂત બનાવે છે.

ઈજાને લીધે કોમનવેલ્થ ગેમ્સમાં ભાગ લઈ શક્યો નહોતો

ઓરેગોનમાં આયોજિત વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં નીરજ ચોપરા ઈજાગ્રસ્ત થયો હતો. આ કારણે તે બર્મિંગહામ કોમનવેલ્થ ગેમ્સમાં ભાગ લઈ શક્યો નહોતો. વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ દરમિયાન નીરજને પીઠમાં ઈજા થઈ હતી. જોકે, તેણે ઈજા બાદ જબરદસ્ત વાપસી કરી હતી અને લુઝાન ડાયમંડ લીગમાં 89.08 મીટર ફેંકીને ગોલ્ડ મેડલ જીત્યો હતો.

Back to top button