6 કરોડનું સોનું પહેરેલા ગોલ્ડન બાબા મહાકુંભમાં છવાયા
પ્રયાગરાજ, 21 જાન્યુઆરી 2025 : સંગમ નગરી પ્રયાગરાજના મહાકુંભમાં સંતો અને ઋષિઓના ઘણા અદ્ભુત સ્વરૂપો જોવા મળી રહ્યા છે. ત્યારે ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં 67 વર્ષીય ગોલ્ડન બાબા તરીકે ઓળખાતા સાધુ વાઇરલ થઇ રહ્યાં છે. આ બાબા લગભગ ₹6 કરોડની કિંમતનો સોનાનો હાર પહેરીને ફરે છે. એટલું જ નહીં તેઓ પાસે વીંટી, બંગડી, ઘડિયાળ અને હાથમાં સોનાની લાકડી પણ છે. આ લાકડી પર દેવી-દેવતાઓના લોકેટ પણ લાગેલા છે. બાબા પાસે 6 સોનાના લોકેટ છે. તેમનો મોબાઇલ પણ સોનાના પડથી મઢેલો છે.
જે બાબા ભક્તોનું ધ્યાન આકર્ષિત કરી રહ્યા છે તે ગોલ્ડન બાબા છે. તેમનું નામ એસકે નારાયણ ગિરિ જી મહારાજ છે, જે મૂળ કેરળના છે. હાલમાં તે દિલ્હીમાં રહે છે. નિરંજની અખાડા સાથે સંકળાયેલા આ બાબા પોતાની અનોખી શૈલી અને સોનાથી શણગારેલા વ્યક્તિત્વને કારણે કુંભમાં ચર્ચાનો વિષય બન્યા છે. 67 વર્ષના ગોલ્ડન બાબાએ અખાડાના અધ્યક્ષ રવિન્દ્ર પુરી મહારાજ પાસેથી દીક્ષા લીધી અને નિરંજની અખાડામાં સામેલ થયા હતા.
નિરંજની અખાડા સાથે સંકળાયેલા આ બાબા પોતાનો અનોખો અંદાજ અને સોનાથી સજ્જ પોતાના વ્યક્તિત્વને કારણે કુંભમાં ચર્ચાનો વિષય બન્યા છે. બાબા જ્યાં પણ જાય છે ત્યાં તેમનામાં શ્રદ્ધા રાખનારા લોકોની ભીડ ઉમટી પડે છે. ભક્તો તેમને ગોલ્ડન બાબા કહે છે. ગોલ્ડન બાબા લગભગ 4 કિલો સોનું પહેરે છે, જેની કિંમત આશરે 6 કરોડ રૂપિયા હોવાનો અંદાજ છે. બાબાના દરેક રત્નની ચમક અલગ અલગ હોય છે. તેમના હાથમાં સોનાની વીંટી, બંગડી, ઘડિયાળ અને સોનાની લાકડી પણ છે. બાબા પાસે 6 સોનાના લોકેટ છે, જેમાંથી લગભગ 20 માળા બનાવી શકાય છે. તેમનો મોબાઇલ પણ સોનાના પડથી મઢેલો છે.
બાબાનું કહેવું છે કે મારી દરેક વસ્તુ સાધના સાથે જોડાયેલી છે. તેમનું આ સોનાથી સજ્જ રૂપ દેખાડો કરવા માટે નથી, પરંતુ આ તેમના આધ્યાત્મિક જીવન અને તેમના ગુરુ પ્રત્યેની શ્રદ્ધાનું પ્રતીક છે. કુંભ મેળામાં બાબાનું વ્યક્તિત્વ એક અનોખી છબી ધરાવતું છે, જે લોકોને મુગ્ધ કરી દે છે. ગોલ્ડન બાબા આધ્યાત્મિકતા અને ભક્તિનો સંદેશ આપે છે.
આ પણ વાંચો…મહાકુંભમાં પ્રદેશનું પહેલું ડબલ ડેકર બસ રેસ્ટોરન્ટ ખુલ્યું, આ છે ખાસિયત