ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

દિલ્હી એરપોર્ટ પર જ્યુસના પેકમાંથી રૂ.2.24 કરોડનું સોનું જપ્ત કરાયું

Text To Speech
  • કસ્ટમ વિભાગની ટીમે દૂધના પેકેટમાં સોનાની દાણચોરી ઝડપી પાડી
  • એક વ્યક્તિની 4 કિલો કરતાં વધુ સોનાના બિસ્કિટ સાથે ધરપકડ

દિલ્હી, 21 નવેમ્બર : કસ્ટમ વિભાગની ટીમે દિલ્હીના ઈન્દિરા ગાંધી એરપોર્ટ પરથી મંગળવારે આશરે 2.5 કરોડ રૂપિયાનું સોનું જપ્ત કર્યું છે. કસ્ટમ વિભાગે કહ્યું કે, “દિલ્હી એરપોર્ટ પર ટીમે બેંગકોકથી આવતા એક ભારતીય નાગરિકને પકડી લીધો છે. જેમની પાસેથી 4.204 કિલો સોનું જપ્ત કરવામાં આવ્યું છે. જેની બજાર કિંમત 2.24 કરોડ રૂપિયા હોવાનું કહેવામાં આવી રહ્યું છે.”

કસ્ટમ્સ વિભાગ દ્વારા શું જણાવવામાં આવ્યું ?

કસ્ટમ્સ વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું કે, “દિલ્હી એરપોર્ટ કસ્ટમ્સે બેંગકોકથી એક ભારતીય નાગરિક દ્વારા લાવેલા 4.204 કિલો વજનના 2.24 કરોડ રૂપિયાના સોનાના બાર(બિસ્કિટ) જપ્ત કર્યા છે. કસ્ટમ્સ એક્ટ, 1962 હેઠળ એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. વધુ તપાસ ચાલી રહી છે.

મળેલી માહિતી મુજબ, કસ્ટમ વિભાગની ટીમે શંકાના આધારે આરોપીને રોક્યો હતો અને તપાસ હાથ ધરી હતી. કસ્ટમ વિભાગની તપાસ દરમિયાન આરોપીની બેગમાંથી જ્યુસના નાના પેકેટ મળી આવ્યા હતા, જેની અંદરથી સોનાના કેટલાય ટુકડા મળી આવ્યા હતા. અધિકારીઓનું કહેવું છે કે, આરોપી બેંગકોકથી દિલ્હી જઈ રહ્યો હતો. મુસાફરની ધરપકડ કરવામાં આવી છે. તેમજ આરોપીની પૂછપરછ કરવામાં આવી રહી છે.

આ પણ જુઓ :અમદાવાદમાં મેચ જોવા માટે આવેલા દિલ્હીના યુવક પાસેથી પોલીસે 20 હજાર ખંખેર્યા

Back to top button