અમદાવાદ એરપોર્ટ પર ફરી સોનાની દાણચોરી ઝડપાઈ: મહિલાએ લેગિંગ્સમાં છૂપાવ્યું 34.73 લાખનું સોનું


અમદાવાદ, 26 માર્ચ: 2025: ભારતમાં સોનાનો ભાવ ભડકે બળી રહ્યો છે. ત્યારે ગુજરાતમાં સોનાની દાણચોરીના કિસ્સાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. ખાસ કરીને અમદાવાદ એરપોર્ટ પર વિદેશથી સોનાની દાણચોરીના બે દિવસમાં બે કિસ્સા બન્યા છે. સોમવારે અબુધાબીથી જીન્સમાં છૂપાવીને લવાયેલું 2.76 કરોડનું સોનું અમદાવાદ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી ઝડપાયું હતું. ત્યારે 25 માર્ચના રોજ એક મહિલાના લેગિંગ્સમાં છૂપાવીને લાવવામાં આવેલું 34.73 લાખની કિંમતનું 383 ગ્રામ સોનું જપ્ત કરવામાં આવ્યું છે.
સોનાની કિંમતમાં વધારો થતાં દાણચોરીનું સોનું રોજબરોજ પકડાઇ રહ્યું છે. રાજકોટની મહિલા દુબઇથી 34.73 લાખનું સોનુ લેગીન્સમાં બે પડ વચ્ચે સંતાડીને દાણચોરી કરતા અમદાવાદ એરપોર્ટ પર ઝડપાઇ હતી. અમદાવાદ એરપોર્ટ પર કસ્ટમ વિભાગને મળેલી માહિતીના આધારે આ મહિલાને ઝડપીને તેની લેગીન્સમાંથી ગોલ્ડ સ્પ્રે 382.170 ગ્રામ સોનું જપ્ત કર્યું હતું. આ સોનું કોના માટે લાવ્યા હતા વગેરે બાબતે ઝીણવટીભરી પૂછતાછ કરીને તપાસ હાથ ધરી છે. આ સોનાને મહિલા મુસાફરે પહેરેલી લેગિંગ્સના બે સ્તર (પડ) વચ્ચે સંતાડ્યું હતું. આ જપ્ત થયેલા સોનાની બજાર કિંમત રૂ. 34,73,925 છે.
ઝડપી, સચોટ અને પ્રમાણિત સમાચાર મેળવવા નીચે જણાવેલા અમારા કોઈપણ વૉટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકો છો
https://chat.whatsapp.com/K2iNelyylPD9ZoDNpMuN9o
આ પણ વાંચો….અમદાવાદ એરપોર્ટ પર સોનાની દાણચોરી: જીન્સમાં સંતાડીને બે યુવક લાવ્યા હતા 2.76 કરોડનું સોનું