અમદાવાદ એરપોર્ટ પર સોનાની દાણચોરી: જીન્સમાં સંતાડીને બે યુવક લાવ્યા હતા 2.76 કરોડનું સોનું


અમદાવાદ 25 માર્ચ: 2025: સોનાની દાણચોરી કરતા કેરિયરો નવી-નવી પદ્ધતિ અપનાવે છે. છેલ્લા કેટલાક સમયથી કેમિકલ મિક્સિંગ પદ્ધતિનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે, જેમાં સોનું ઓગાળીને પાવડર અથવા લિક્વિડ ફોર્મમાં ફેરવી આપવામાં આવે છે. એ પછી તેને પ્લાસ્ટિક કે અન્ય સામગ્રીમાં મિક્સ કરીને જુદા-જુદા ભાગોમાં વહેંચી દેહ પર બાંધીને લઈ જવામાં આવે છે. Gold smuggling at Ahmedabad airport અમદાવાદ એરપોર્ટ પર પણ આવી જ ટેકનિકનો ઉપયોગ કરીને સોનાની દાણચોરી ઝડપાઇ છે. અબુધાબીથી આવેલા બે મુસાફર પાસેથી ગેરકાયદે લાવેલું સોનું ઝડપાયું છે.
અમદાવાદ એરપોર્ટ પરથી એર ઈન્ટેલિજન્સ યુનિટે સોનાની દાણચોરીનો પર્દાફાશ કર્યો છે. એર ઈન્ટેલિજન્સની ટીમે 2 કરોડ 76 લાખની કિંમતનું સોનું ઝડપી પાડ્યું છે. અબુધાબીથી અમદાવાદ ખાતે આવેલા બે શખ્સો પાસેથી કરોડોનું સોનું મળી આવ્યું છે. જે બંને શખ્સો જીન્સમાં છૂપાવીને સોનું અમદાવાદ લઈ આવ્યા હતા. સોનું સેમી લિક્વિડ ફોર્મમાં કેમિકલ સાથે મિક્સ કરીને લાવવામાં આવ્યું હતું.
જાણો સમગ્ર મામલો
એર ઈન્ટેલિજન્સની ટીમે અબુધાબીથી અમદાવાદ આવેલી ફ્લાઈટ QP 579ના બે પેસેન્જરને રોકીને તપાસ કરી હતી. બંને પેસેન્જરે જીન્સની કમરની અંદર પ્લાસ્ટિકની પટ્ટી બનાવીને તેમાં સોનું સંતાડ્યું હતું. આ સોનું કેમિકલ સાથે મિક્સ કરીને પ્રવાહી બનાવેલું હતું. અધિકારીઓને શંકા જતાં મુસાફરોની તલાશી લીધી હતી. જેમાં તેઓ પાસેથી 1543.19 ગ્રામ અને 1507.55 ગ્રામ રૂ. 2.76 કરોડનું સોનું મળી આવ્યું હતું. બંનેની ધરપકડ કર્યા બાદ એમને કસ્ટમ એક્ટ, 1962ની અલગ-અલગ કલમ હેઠળ ચાર્જ કરાયા છે. આ બંને પેસેન્જર કોના માટે સોનું લાવ્યા હતા તેની તેની તપાસ શરૂ કરી છે.
https://chat.whatsapp.com/K2iNelyylPD9ZoDNpMuN9o
આ પણ વાંચો…ઓટો ઉત્પાદક મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા SML ઇસુઝુમાં સુમિટોમોનો હિસ્સો ખરીદે તેવી સંભાવના
આ પણ વાંચો..એ સમયે ઉદ્ધવ અને શરદ પવારની સંવેદનશીલતા ક્યાં સંતાઈ ગઈ હતી? કામરા વિવાદમાં ઉઠ્યા પ્રશ્નો