ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલવર્લ્ડ

સોનાની દાણચોરીઃ જ્યુસર મશીનમાં સંતાડીને લાવવામાં આવ્યું 2 કરોડનું સોનું!

  • તિરુચિરાપલ્લી એરપોર્ટ પરથી કરોડો રૂપિયાના સોનાની દાણચોરી ઝડપી પાડવામાં આવી 

તમિલનાડુ, 14 જૂન: તમિલનાડુના તિરુચિરાપલ્લી એરપોર્ટ પરથી કરોડો રૂપિયાના સોનાની દાણચોરી ઝડપાઈ છે. એરપોર્ટ ઈન્ટેલિજન્સ યુનિટ (AIU)ના અધિકારીઓએ ગુરુવારે 2.579 કિલો શુદ્ધ 24 કેરેટ સોનું જપ્ત કર્યું હતું. બજારમાં આ સોનાની કિંમત લગભગ 2 કરોડ રૂપિયા (1.83 કરોડ) હોવાનું કહેવાય છે. એરપોર્ટ અધિકારીઓએ જણાવ્યું હતું કે, આ સોનું દુબઈથી તમિલનાડુ લાવવામાં આવી રહ્યું હતું અને તેને જ્યુસ મિક્સરમાં છુપાવીને લાવવામાં આવ્યું હતું. એરપોર્ટ અધિકારીઓએ પેસેન્જરની તપાસ કરીને મોટી માત્રામાં સોનું જપ્ત કર્યું હતું તેમજ આરોપીની ધરપકડ કરી તપાસ હાથ ધરી છે.

 

આરોપીની ધરપકડ કરી તપાસ શરૂ

આ મામલે કસ્ટમ અધિકારીઓએ જણાવ્યું હતું કે, જ્યારે દુબઈથી તમિલનાડુ આવી રહેલા યુવકની એરપોર્ટ પર તલાશી લેવામાં આવી ત્યારે સુરક્ષા દળોને શંકા ગઈ. જ્યારે એરપોર્ટના ઈન્ટેલિજન્સ યુનિટે યુવકના સામાનની અલગથી તપાસ કરી તો તેની બેગમાં જ્યુસર મશીન મળી આવ્યું. આ જ્યુસર મશીનમાં જ અઢી કિલોથી વધુનું ગેરકાયદે સોનું સંતાડવામાં આવ્યું હતું. AIUના અધિકારીઓએ સોનું જપ્ત કર્યું અને આરોપી યુવકની ધરપકડ કરી લેવામાં આવી અને તેની તપાસ શરૂ કરવામાં આવી છે.

રેકટમમાં છુપાડ્યું લાખોનું સોનું 

મહત્ત્વપૂર્ણ છે કે, એપ્રિલ મહિનામાં તમિલનાડુના તિરુચિરાપલ્લી એરપોર્ટ પર સોનાની દાણચોરીનો એક વિચિત્ર મામલો બહાર આવ્યો હતો. તિરુચિરાપલ્લી એરપોર્ટ પર AIU અધિકારીઓએ દુબઈથી આવી રહેલા એક મુસાફર પાસેથી 70.58 લાખ રૂપિયાની કિંમતનું કુલ 977 ગ્રામ 24 કેરેટ સોનું જપ્ત કર્યું હતું. આ સોનું પેસ્ટના રૂપમાં બનાવવામાં આવ્યું હતું અને રેકટમમાં (મળદ્વારની અંદર) ત્રણ પેકેટ છુપાવવામાં આવ્યા હતા. એરપોર્ટ અધિકારીઓએ આરોપી પેસેન્જરની ધરપકડ કરી હતી અને મામલાની તપાસ કરી હતી.

સોનું મોટાભાગે અરબ દેશોમાંથી લાવવામાં આવે છે

એરપોર્ટ પરથી સોનાની દાણચોરીના અનેક કિસ્સા બહાર આવી ચૂક્યા છે. અરબ દેશોમાંથી આવતા પ્રવાસીઓ મોટી સંખ્યામાં પોતાની સાથે છુપાવેલું સોનું લાવે છે. જેના કારણે એરપોર્ટ પર સુરક્ષા અધિકારીઓ એલર્ટ મોડ પર છે, જેથી કોઈપણ પ્રકારની મોટી દાણચોરી અટકાવવામાં આવે છે.

આ પણ જુઓ: કુવૈત અગ્નિકાંડઃ 45 ભારતીયોના મૃતદેહ લઈને એરફોર્સનું વિમાન પહોંચ્યું કેરળ

Back to top button