સોનાનો ભાવ વધ્યો, ઈમ્પોર્ટ કોસ્ટ વધી; ચાંદીના ભાવ આસમાને
HD ન્યૂઝ ડેસ્ક : મુંબઈ ઝવેરી બજારમાં સોનાના ભાવમાં ઉછાળો જોવા મળ્યો હતો. અમદાવાદ ઝવેરી બજારમાં આજે સોનાના ભાવ ૧૦ ગ્રામના રૂ.૭૦૦ ઉછળી ૯૯.૫૦ના રૂ.૮૦૮૦૦ તથા ૯૯.૯૦ના રૂ.૮૧૦૦૦ને પહોંચી ગયા હતા. અમદાવાદ ચાંદીના કિલોના ભાવ રૂ.૯૧૦૦૦ બોલાઈ રહ્યા હતા.
જો કે વિશ્વ બજારમાં ડોલરનો ઈન્ડેક્સ વધતાં અને બોન્ડ યીલ્ડ પણ ઉંચકાતાં વૈશ્વિક સોનામાં ફંડોનું સેલીંગ વધ્યું હતું અને તેના પગલે વૈશ્વિક સોનાના ભાવ ઔંશના ૨૬૮૯થી ૨૬૯૦ ડોલર વાળા તૂટી નીચામાં ભાવ ૨૬૬૪ થઈ ૨૬૭૧થી ૨૬૭૨ ડોલર રહ્યાના નિર્દેશો પણ હતા.
ઝડપથી સમાચાર મેળવવા માટે જોઈન કરો અમારા વોટ્સઅપ ગ્રુપમાં
મુંબઈ બુલિયન બજારમાં આજે સોનાના ભાવ જીએસટી વગર ૯૯.૫૦ના રૂ.૭૭૮૦૦ વાળા રૂ.૭૮૦૩૬ થઈ રૂ.૭૭૯૯૪ રહ્યા હતા જ્યારે ૯૯.૯૦ના ભાવ રૂ.૭૮૧૦૦ વાળા રૂ.૭૮૩૫૦ થઈવ ૭૮૩૦૮ રહ્યા હતા. મુંબઈ ચાંદીના ભાવ પણ જીએસટી વગર રૂ.૯૦૩૫૦ વાળા રૂ.૯૦૧૫૦ સુધી રૂ.૮૯૮૦૦ના મથાલે બંધ રહ્યા હતા. વિશ્વ બજારમાં ક્રૂડતેલમાં તેજી વધતાં ભાવ વધી પાંચ મહિનાની ટોચે ગયા હતા. બ્રેન્ટ ક્રૂડના ભાવ બેરલના ૭૯.૭૬ વાળા ઉછલી ઉંચામાં ૮૧ પાર કરી ૮૧.૬૮ થઈ ૮૧.૨૬ ડોલર હતા.
ઉલ્લેખનીય છે કે અમેરિકાએ રશિયા તથા ઈરાનના ઓઈલ પર નવા પ્રતિબંધો લાદતાં વૈશ્વિક સપ્લાય ખોરવાશે એવી ગણતરી જાણકારો બતાવી રહ્યા હતા. દરમિયાન, વિશ્વ બજારમાં પ્લેટીનમના ભાવ ૯૫૭ ડોલર રહ્યા હતા. પેલેડીયમના ભાવ ૯૪૧ ડોલર રહ્યા હતા. વૈશ્વિક તાંબાના ભાવ જો કે ધીમો સુધારો બતાવતા હતા.
આ પણ વાંચો : ધૂમ 4/ રણબીરનો હટકે લુક જોવા મળશે, આ સ્ટાર બનશે વિલન?