ગુજરાતટ્રેન્ડિંગનેશનલબિઝનેસયુટિલીટી

અધધ.. 75 હજારની નજીક પહોંચ્યું સોનું, દિવાળી પહેલાં કરી લો સોનાની ખરીદી

Text To Speech

નવી દિલ્હી, 18 સપ્ટેમ્બર, સોનાના ભાવમાં પાછી ઉથલપાથલ જોવા મળી રહી છે. બજેટ પછી જે ભાવ પછડાયા ત્યારબાદ ફરી ચડ્યા અને હવે વળી પાછો ભાવમાં ઉતાર ચડાવ જોવા મળી રહ્યો છે. તહેવારોની સીઝન દરમિયાન સોનુ અથવા સોનાના આભૂષણ ખરીદવું, ખિસ્સા પર ભારે પડી શકે છે. સોનાની કિંમતોમાં આવનારા દિવસોમાં ભારે ઉછાળો આવવાની સંભાવના છે. એક્સપર્ટનું માનીએ તો સોનાના ભાવ દિવાળી સુધીમાં આસમાને પહોંચી જશે. આજે સોનાનો ભાવ 75 હજારની નજીક પહોંચી ગયો છે.

ગઈકાલે સપ્તાહના બીજા દિવસે સોનાના ભાવમાં વધારો આવ્યો હતો. 17 સપ્ટેમ્બર 2024ના દેશમાં 24 કેરેટ સોનાના રેટ 75,000 રૂપિયાની નજીક કારોબાર કરી રહ્યા હતો. સોનાનો ભાવ ઘણા સમય બાદ 75,000 રૂપિયાના લેવલની નજીક પંહોચ્યાં છે. ચાંદીના ભાવમાં આજે તા.18 સપ્ટેમ્બરે ઘટાડો જોવા મળી રહ્યો છે. જ્યારે સોનાના ભાવમાં તેજી રહી છે. આજે સોનાનો ભાવ 73,250 રૂપિયાની નજીક છે જ્યારે ચાંદીનો ભાવ 88,700 રૂપિયાની નજીર કારોબાર કરતો જોવા મળી રહ્યો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાના વાયદા ભાવમાં તેજી. જ્યારે ચાંદીના વાયદા ભાવમાં નરમાશ જોવા મળી રહી છે.

વાયદા બજારમાં ઉલ્ટુ જોવા મળ્યું, જ્યાં સોનાના ભાવમાં વધારો જોવા મળ્યો. આજે 18 સપ્ટેમ્બરે વાયદા બજાર (MCX) પર સોનું 131 રૂપિયા ચડીને 73,225 રૂપિયાની આસપાસ જોવા મળ્યું. જે કાલે 73,094 રૂપિયા પર ક્લોઝ થયું હતું. જ્યારે ચાંદી 363 રૂપિયાની તેજી સાથે 88,777 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર જોવા મળી જે કાલે 89,140 રૂપિયા પર ક્લોઝ થઈ હતી.

રાજકોટ અને અમદાવાદમાં સોના અને ચાંદીના ભાવ
રાજકોટ અને અમદાવાદમાં સોના અને ચાંદીના ભાવમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. આજે રાજકોટમાં સોનાનો ભાવ 74 હજાર 890 રૂપિયા છે. જ્યારે ચાંદીનો ભાવ 88 હજાર 680 રૂપિયા નોંધાયો છે. રાજકોટ બાદ અમદાવાદમાં આજે 74 હજાર 890 રૂપિયા સોનાનો ભાવ નોંધાયો છે. જ્યારે ચાંદીનો ભાવ 92 હજાર રૂપિયા નોંધાયો છે. 24 કેરેટ સોનાના આભૂષણોમાં 999 લખ્યું હોય છે. જ્યારે 23 કેરેટ સોના પર 958, 22 કેરેટ પર 916, 21 કેરેટ પર 875 અને 18 કેરેટ શુદ્ધ સોના પર 750 લખ્યું હોય છે. 24 કેરેટ સોનું લગભગ 99.9% શુદ્ધ હોય છે જ્યારે 22 કેરેટ સોનું 91 ટકા શુદ્ધ હોય છે.

આ પણ વાંચો…યઝર્સની બલ્લે બલ્લે: સેમસંગ ગેલેક્સી M05 સ્માર્ટફોન માત્ર ₹7999માં થયો લોન્ચ

Back to top button