- શહેર-જિલ્લાના જ્વેલર્સોનો ધંધો 50 ટકા જેટલો ઘટ્યો
- ઇન્વેસ્ટર્સને ભાવ વધવાની આશા તેથી બજાર ગરમ
- સોનાની ખરીદી ઘટતા જ્વેલર્સોમાં અસમંજસ ઉભી થઇ
વૈશ્વિક અસ્થિરતાના માહોલમાં શુધ્ધ સોનાનો 10 ગ્રામનો ભાવ રૂપિયા 63,500થી વધુનો થયો છે. જે ભાવ સતત વધી રહ્યો છે. જેમાં શહેર-જિલ્લાના જ્વેલર્સોનો ધંધો 50 ટકા ઘટી જવા પામ્યો હતો. જ્યારે, બીજીબાજુ 12 ટકા ગ્રાહકો સોનું વેચવા આવ્યા હોવાનું સર્વેક્ષણ છે.
આ પણ વાંચો: ગુજરાતમાં કોરોનાથી મૃત્યુ પામનારાઓના પરિવારને આર્થિક સહાય મળશે
વૈશ્વિક અસ્થિરતાના માહોલમાં સોનાનો ભાવ રૂપિયા 63,500ને પાર
રશિયા-યૂક્રેન વચ્ચેના યુદ્ધની પરિસ્થિતી ઉત્તરોત્તર વકરી રહી છે. ચાઇનાનો ડ્રેગન ફુંફાડા મારી રહ્યો છે. આવી પરિસ્થિતીમાં અમેરિકાના અર્થતંત્રની સ્થિતી ડામાડોળ હોઇ ડોલર પણ નબળો પડી રહ્યો છે. વૈશ્વિક અસ્થિરતાના માહોલમાં સોનાનો ભાવ રૂપિયા 63,500ને પાર ગયો છે.
આ પણ વાંચો: ઈમ્પેક્ટ ફીના નવા રાઉન્ડમાં અરજીઓના નિકાલમાં તંત્રની નિરશતા
સોનાના ભાવમાં સાધારણ ઉથલ-પાથલ રહેશે
પોઝિટિવ કોઇ કારણ ન હોઇ હવે સોનાના ભાવમાં સાધારણ ઉથલ-પાથલ રહેશે. તેમ છતા લાંબાગાળે ભાવ ઘટવાની સંભાવના નથી. શહેરના જ્વેલર્સ જણાવી રહ્યાં છે કે પરિસ્થિતી સંદર્ભે કે અમેરિકાનું અર્થતંત્ર સોનાના ભાવ પર અસર કરે છે. બેંકો ડૂબતા સોનામાં ઇન્વેસ્ટમેન્ટ વધશે જે સાથે ભાવ વધવાની સંભાવના નકારી શકાતી નથી.
આ પણ વાંચો: વિદ્યાર્થીને 6 વર્ષમાં 1 દિવસ જ બાકી રહેતા પ્રથમ ધોરણમાં પ્રવેશનો HCનો આદેશ
100 ને બદલે હાલમાં 50 કિલો સોનું વેચાય છે
શહેર-જિલ્લામાં મોટા 40 અને નાના 350 જેટલા જ્વેલર્સો સામાન્ય સંજોગોમાં રોજ સરેરાશ 100 કિલો સોનું વેચતા હતા. હાલમાં, ભાવ વધતા 50 ટકા ધંધો રહેવા પામ્યો છે.
આ પણ વાંચો: ગુજરાત: જીરૂના ભાવમાં અસાધારણ તેજી, ભાવ આસમાને પહોચ્યો
શહેર-જિલ્લાના જ્વેલર્સોનો ધંધો 50 ટકા જેટલો ઘટ્યો
મહત્વની વાત તો એ છે કે જેઓએ ઇન્વેસ્ટમેન્ટ માટે સોનું ખરીદ્યું છે. તેઓ હજુ ભાવ વધશે એવી આશાએ સોનું વેચતા નથી. જ્યારે, પ્રસંગ ઉકેલવા સહિત રોકડની અનિવાર્યતા સર્જાતા 12 ટકા ગ્રાહકો સોનું વેચવા આવે છે. સૌથી મહત્વની વાત તો એ છે કે સોનાના ભાવમાં થઇ રહેલી ઉથલ-પાથલને પગલે શહેર-જિલ્લાના જ્વેલર્સોનો ધંધો 50 ટકા જેટલો ઘટવા પામ્યો છે.