સોનાના ભાવમાં નોંધાયો ઘટાડો: જાણો આજનો લેટસ્ટ ભાવ


નવી દિલ્હી, 18 માર્ચ: 2025: સોનાની કિંમતમાં રોજિંદી રીતે વધારો ઘટાડો થતો રહે છે. આજે 18 માર્ચ મંગળવારે આજે સોનાનો ભાવ સતત બીજા દિવસે ઘટ્યો છે. 10 ગ્રામ સોનાની કિંમતમાં ગઈકાલની સરખામણીએ 100 રૂપિયાનો ઘટાડો થયો છે. દેશના મોટા શહેરોમાં 24 કેરેટ સોનાનો ભાવ 89,700 રૂપિયા અને 22 કેરેટ સોનાનો ભાવ 82,200 રૂપિયાની ઉપર ટ્રેડ થઈ રહી છે. 10 ગ્રામ સોનાની કિંમત ટૂંક સમયમાં 90,000 રૂપિયા સુધી પહોંચી શકે છે.
સોનાના ભાવમાં તાજેતરના જબરદસ્ત વધારા પાછળ ઘણા વૈશ્વિક કારણો છે. તેનું સૌથી મોટું કારણ આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાની વધતી માંગ છે. યુએસ મોંઘવારી દરમાં નરમાઈને કારણે રોકાણકારો સોના જેવી સુરક્ષિત સંપત્તિ તરફ ઝુક્યા છે. દિલ્હીમાં 22 કેરેટ સોનાની કિંમત 82,240 રૂપિયા અને 24 કેરેટ સોનાની કિંમત 89,700 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. જ્યારે મુંબઈમાં 22 કેરેટ સોનું 82,090 રૂપિયા અને 24 કેરેટ સોનું 89,550 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ થઈ રહ્યું છે. દેશના અન્ય મોટા શહેરોમાં પણ સોનાના ભાવમાં મામૂલી વધઘટ જોવા મળી હતી.
ગુજરાતના અમદાવાદ, સૂરત , રાજકોટ જેવા શહેરોમાં આજે 24 કેરેટ સોનાનો ભાવ 89,600 રુપિયા પ્રતિ 10 ગ્રામ છે જ્યારે 22 કેરેટ સોનાનો ભાવ 82,140ની આસપાસ ટ્રેડ કરી રહ્યો છે. છેલ્લા કેટલાક દિવસોના રેકોર્ડ ઊંચાઈ પછી સોનાના ભાવમાં ઘટાડો થયો છે, જેનું મુખ્ય કારણ વૈશ્વિક બજારોમાં ડોલરની મજબૂતાઈ અને યુએસ અર્થતંત્ર સાથે સંબંધિત નવા ડેટા છે.
આ પણ વાંચો..1 એપ્રિલથી નવો TDS રુલ લાગુ થશે, FD-RDના રોકાણ કારોને મોટો ફાયદો થશે