ગોલ્ડ સૌપ્રથમ વખત ઔંસદીઠ ઐતિહાસિક 3000 ડોલરની સપાટીને પાર

ન્યુયોર્ક, 15 માર્ચ: અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફ વોરને કારણે વધી રહેલી અનિશ્ચિતતાને પગલે સેફ હેવન મિલકત તરીકે શુક્રવારે ગોલ્ડે સૌપ્રથમ વખત ઓંસદીઠ 3000ની સપાટી પાર કરી હતી. જેમાં હાજર ગોલ્ડ નફારૂપી વેચવાલીને પગલે ઔંસદીઠ 2986.26 ડોલર સુધી ઘટતા પહેલા સૌપ્રથમ વખત ઓંસદીઠ 30004.86 ડોલરના મથાળે સ્પર્શી ગયું હતુ. જ્યારે નાયમેક્સ ખાતેનો ગોલ્ડ ફ્યુચર્સ 0.3 ટકા ઉપર 3001.10 ડોલર પર ક્વોટ થયો હતો.
ટ્રમ્પના ટેરિફવોરથી રોકાણકારો ઘેરાઇ ગયા હોવાથી તેમણે ગોલ્ડમાં ઝંપલાવતા નવું ઐતિહાસિક મથાળુ જોવા મળ્યુ હતું. પરંપરાગત રીતે જોઇએ તો જ્યારે પણ કોઇ કટોકટી કે અનિશ્ચિતતા સર્જાય છે ત્યારે રોકાણકારો ગોલ્ડ તરફ વળે છે, ત્યારે ચાલુ વર્ષે ગોલ્ડમાં 14 ટકાનો વધારો નોંધાયો છે, જે ટ્રમ્પના ટેરિફ વોર અને તેના પરિણામે શેરબજારમાં નીકળી આવેલી વેચવાલીને આભારી છે.
મજબૂત શેરબજારની ઇચ્છા સેવતા ખાસ કરીને પશ્ચિમમાં સ્થિત રિયલ એસેટ મની મેનેજરો આર્થિક મંદીની ચિંતાએ ગોલ્ડ તરફ વળ્યા હતા અને હાલમાં તે જ બન્યુ છે અમે સાક્સો બેન્કના કોમોડિટી સ્ટ્રેટેજિસ્ટ ઓલે હેન્સેને જણાવ્યું હતું.
નોંધનીય છે કે ગોલ્ડની ખરીદીને ખાસ કરીને ચીનની મધ્યસ્થ બેન્કની લેવાલીને ટેકો છે, જેમાં ફેબ્રુઆરીમાં સતત ચોથા મહિને લેવાલી દ્વારા બુલિયન રિઝર્વમાં વધારો થઇ રહ્યો છે. ગોલ્ડકોરના સીઇઓ, ડેવિડ રસેલે જણાવ્યું હતું કે, “કેન્દ્રીય બેંકો વધુને વધુ અસ્થિર યુએસ ડૉલરથી દૂર રહેવા માટે વિક્રમી સ્તરે ગોલ્ડની ખરીદી ચાલુ રાખે છે.”
યુ.એસ. ફેડરલ રિઝર્વ દ્વારા નાણાકીય રાહતની અપેક્ષાએ પણ ઝીરો યીલ્ડ ગોલ્ડ મદદ કરી છે, તેમજ જૂનમાં ફેડરલવ દ્વારા વ્યાજમાં ઘટાડો કરવામાં આવશે તેવી આશા સેવી રહ્યા છે.
ગોલ્ડમાં રોકાણની માંગ મજબૂત રહેવાના કારણો
વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના રિસર્ચના વૈશ્વિક વડા જુઆન કાર્લોસ અર્ટિગાસે જણાવ્યું હતું કે, “રોકાણની માંગના કારણોમાં ઉન્નત ભૌગોલિક રાજકીય અને ભૌગોલિક-આર્થિક જોખમો, ઉચ્ચ ફુગાવાની અપેક્ષાઓ, સંભવિત રીતે નીચા દરો અને બજારો જે અનિશ્ચિતતા અનુભવી રહ્યા છે તેનો સમાવેશ થાય છે.”
ગોલ્ડમૅન સાક્સએ એક નોંધમાં જણાવ્યું હતું કે ગોલ્ડ 2025ના અંત સુધીમાં ઔંસદીઠછ 3100 ડોલરને સ્પર્શી શકે છે અને જો અમેરિકીની નીતિ રોકાણકારોની માંગને ટેકો નહી આપે તો તે કિસ્સામાં 3300 ડોલરની સપાટીને પણ સ્પર્શી શકે છે.
આ પણ વાંચોઃ 15 માર્ચ, 2025: ધન રાશિના જાતકો લાંબા સમયથી અટકેલા કાર્યો પૂર્ણ કરવામાં સફળ થશે