ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલપેરિસ ઓલિમ્પિક 2024વર્લ્ડસ્પોર્ટસ

વિનેશ ફોગાટ પાસેથી ગોલ્ડ મેડલની અપેક્ષા, જાણો ઓલિમ્પિકના 12મા દિવસનું ભારતનું સંપૂર્ણ શેડ્યૂલ

  • પેરિસ ઓલિમ્પિક્સનો 11મો દિવસ ભારત માટે ખૂબ જ ઉતાર-ચડાવથી ભરેલો રહ્યો,  જેમાં નીરજ ચોપરાએ ફાઇનલમાં સ્થાન મેળવ્યું

પેરિસ, 7 ઓગસ્ટ: પેરિસ ઓલિમ્પિક્સ 2024નો 11મો દિવસ ભારત માટે ખૂબ જ ઉતાર-ચડાવથી ભરેલો રહ્યો જેમાં વિનેશ ફોગાટે ગોલ્ડ મેડલ મેચ માટે પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું, જ્યારે નીરજ ચોપરાએ જેવલીન થ્રો સ્પર્ધાની ફાઇનલમાં સ્થાન મેળવ્યું,  પરંતુ કિશોર જેના તેમાં સફળ થઈ શક્યા નહીં અને ભારતીય હોકી ટીમને સેમિફાઇનલ મેચમાં 3-2ના માર્જિનથી હારનો સામનો કરવો પડ્યો હતો. પુરુષોની ટેબલ ટેનિસ ટીમ ઈવેન્ટમાં ભારતને રાઉન્ડ ઓફ 16મા ચીન સામે હારનો સામનો કરવો પડ્યો હતો. હવે પેરિસ ઓલિમ્પિકના આજે 12મા દિવસે એટલે કે 7મી ઓગસ્ટે ઘણા ભારતીય એથ્લેટ્સ પર નજર રહેલી છે, જેમાં વિનેશ ફોગાટ ગોલ્ડ મેડલ જીતે તેવી અપેક્ષા છે, જ્યારે મહિલા ટેબલ ટેનિસ ટીમ ઇવેન્ટની ક્વાર્ટર ફાઇનલમાં ભારતનો સામનો જર્મન ટીમ સાથે થશે.

મીરાબાઈ ચાનુ અને અંતિમ પંઘાલ પણ એક્શનમાં જોવા મળશે

ઓલિમ્પિક 2024ના 12મા દિવસે ભારતના શેડ્યૂલ વિશે વાત કરવામાં આવે તો, તેની શરૂઆત એથ્લેટિક્સમાં મિક્સ્ડ મેરેથોન રેસ વોક ઈવેન્ટથી થશે, જ્યારે આ પછી મહિલા ગોલ્ફ ઇવેન્ટ પહેલા સ્ટ્રોક પ્લે રાઉન્ડમાં અદિતિ અશોક અને દીક્ષા ડાગર એક્શનમાં જોવા મળશે.ભારતીય મહિલા ટેબલ ટેનિસ ટીમ સેમિફાઇનલમાં સ્થાન મેળવવા માટે જર્મન ટીમ સામે ટકરાશે. વેઈટલિફ્ટિંગમાં મહિલાઓની 49 કિગ્રા વ કેટેગરીની મેડલ ઈવેન્ટમાં પણ દરેકની નજર મીરાબાઈ ચાનુ પર રહેશે.

પેરિસ ઓલિમ્પિક્સ 2024 માટે 12મા દિવસે એટલે કે 7મી ઓગસ્ટે ભારતનું શેડ્યૂલ:

  1. એથ્લેટિક્સમાં મિક્સ્ડ મેરેથોન રેસ વોક ઇવેન્ટ (મેડલ ઇવેન્ટ): સૂરજ પનવાર અને પ્રિયંકા ગોસ્વામી – 11 AM
  2. ગોલ્ફ મહિલા વ્યક્તિગત સ્ટ્રોક પ્લેનો પ્રથમ રાઉન્ડ: અદિતિ અશોક અને દીક્ષા ડાગર – 12:30 PM
  3. મહિલા ટેબલ ટેનિસ ટીમ ઇવેન્ટ ક્વાર્ટર ફાઇનલ મેચ: ભારત વિ. જર્મની – 1:30 PM (ભારતીય ટીમમાં મનીકા બત્રા, શ્રીજા અકુલા અને અર્ચના કામથનો સમાવેશ થાય છે)
  4. એથ્લેટિક્સમાં પુરુષોની હાઈ જમ્પ ઈવેન્ટ ક્વોલિફિકેશન: સરવેશ કુશારે – 1:35 PM (ક્વોલિફાય થવા માટે ઓછામાં ઓછું 2.29 મીટર માર્ક ક્લિયર કરવું આવશ્યક)
  5. એથ્લેટિક્સ વિમેન્સ 100 મીટર હર્ડલ હીટ્સ – જ્યોતિ યારાજી – 1:45 PM
  6. કુસ્તીમાં મહિલાઓની 53 કિગ્રા ફ્રીસ્ટાઈલ રાઉન્ડ ઓફ 16 મેચ – અંતિમ પંઘાલ વિ. જેનેપ યેતગિલ – 2:30 PM (જો અંતિમ આ મેચ જીતે છે, તો તેમની ક્વાર્ટર ફાઈનલ મેચ આજે જ થશે અને તેમાં વિજય મેળવ્યા બાદ, સેમી- ફાઇનલ મેચ યોજાશે)
  7. એથ્લેટિક્સમાં પુરુષોની ટ્રિપલ જમ્પ ક્વોલિફિકેશન – પ્રવીણ ચિત્રવેલ અને અબ્દુલ્લા અબુબકર – 10:45 PM (ફાઇનલમાં જવા માટે આ ઇવેન્ટમાં ક્વોલિફિકેશન માર્ક 17.10m છે).
  8. વેટલિફ્ટિંગમાં મહિલાઓની 49 કિગ્રા કેટેગરીની મેડલ ઇવેન્ટ – મીરાબાઈ ચાનુ – 11:00 PM
  9. કુસ્તીમાં મહિલાઓની 50 કિગ્રા ફ્રીસ્ટાઇલ ગોલ્ડ મેડલ મેચ – વિનેશ ફોગાટ વિ. સારાહ હિલ્ડેબ્રાન્ડ (UAE) -12:45 PM
  10. એથ્લેટિક્સમાં પુરુષોની 3000 મીટર સ્ટીપલચેઝની મેડલ ઇવેન્ટ – અવિનાશ સાબલે – 1:13 PM

આ પણ જૂઓ: વિનેશ ફોગાટની પેરિસ ઓલિમ્પિક જીત પર કંગના રનૌતે કર્યો કટાક્ષ, જાણો એવું તે શું કહ્યું?

Back to top button