સોનું રેકોર્ડ હાઇ તો ચાંદી થઇ લાખેણી: જોઇ લો સોના ચાંદીની ચમકનો ભાવ


નવી દિલ્હી, 28 માર્ચ: 2025: આજે શુક્રવાર 28 માર્ચના રોજ સોનું મોંઘુ થઈ ગયું છે. દેશના મુખ્ય શહેરોમાં, 24 કેરેટ સોનાનો ભાવ 90,000 રૂપિયાથી વધારે અને 22 કેરેટ સોનાનો ભાવ 82,400 રૂપિયા પર ટ્રેડ થઈ રહ્યો છે. Gold hits record high, silver hits lakhs ગઈકાલની સરખામણીમાં આજે સોનું 450 રૂપિયા મોંઘુ થઈ ગયું છે. જયારે એક કિલો ચાંદીનો ભાવ 1,01,900 રૂપિયાના સ્તરે છે.
ઝડપી, સચોટ અને પ્રમાણિત સમાચાર મેળવવા નીચે જણાવેલા અમારા કોઈપણ વૉટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકો છો
https://chat.whatsapp.com/K2iNelyylPD9ZoDNpMuN9o
વિશ્વ બજારમાં ભાવ ઉછળતાં તથા કરન્સી બજારમાં રૂપિયા સામે ડોલર ફરી વધતાં દેશમાં આયાત થતા સોના-ચાંદીની ઈમ્પોર્ટ કોસ્ટ વધી આવતા તેની બજાર પર સીધી અસર જોવાઈ હતી. સોના – ચાંદીમાં જબરદસ્ત તેજી જોવા મળી છે. ચાંદીનો ભાવ રૂ.1 લાખને પાર થઈ ગયો છે. તો બીજી બાજુ સોનું પણ હવે મોંઘુ થઈ ગયું છે. આની સાથે જ નેચરલ ડાયમંડના ભાવમાં પણ અંદાજીત 10 ટકાનો ભાવ વધારો જોવા મળી રહ્યો છે. મુંબઈ બજારમાં જીએસટી વગર સોનાના ભાવ વધી ૯૯૫ના રૂ.88067તથા 999ના રૂ.88417રહ્યા હતા. જ્યારે મુંબઈ ચાંદીના ભાવ જીએસટી વગર વધી રૂ.99775 રહ્યા હતા. મુંબઈ સોના-ચાંદીમાં જીએસટી સાથેના ભાવ આ ભાવથી 3 ટકા ઉંચા રહ્યા હતા.
અમેરિકાના પ્રમુખ ટ્રમ્પે ઓટો ટેરીફ જાહેર કરતાં વૈશ્વિક સ્તરે ટ્રેડ વોર વધવાની ભીતિ વચ્ચે વિશ્વ બજારમાં આજે સોનામાં સેફ-હેવન સ્વરૂપની લેવાલી વચ્ચે સોનું ઉછળીને 3056 ડોલર પહોંચતા દેશના સોના-ચાંદી બજારમાં આજે સોના-ચાંદીના ભાવમાં રેકોર્ડ તેજી આગળ વધી. અમદાવાદના ઝવેરી બજારમાં ચાંદી 1000 રૂપિયા મોંઘી થઇ હતી. આ સાથે 1 કિલો ચાંદી ચોરસાની કિંમત 1 લાખ રૂપિયા થઇ હતી. આગલા દિવસે ચાંદી 99000 રૂપિયા પ્રતિ 1 કિલો હતી.
આ પણ વાંચો..શેરબજારમાં આજે ફ્લેટ ટ્રેડિંગ: સેન્સેક્સ નિફ્ટીમાં મામૂલી ઉછાળો