ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગબિઝનેસ

હોલિકા દહન પહેલા સોનું થયું સસ્તું, જાણો આજનો લેટેસ્ટ ભાવ

Text To Speech

નવી દિલ્હી, 12 માર્ચ: 2025: આજે 12 માર્ચ બુધવારના રોજ સોનાના ભાવમાં થોડો ધટાડો થયો છે. છેલ્લા ત્રણ દિવસથી સોનાના ભાવમાં ઘટાડા બાદ ગઈકાલે સોનાનો ભાવ વધ્યો હતો જે બાદ આજે ફરી સોવાના ભાવમાં જોવા મળી રહી છે. દેશના મોટા શહેરોમાં 24 કેરેટ સોનાનો ભાવ 87,600 રૂપિયાની આસપાસ ટ્રેડ થઈ રહ્યો છે અને 22 કેરેટ સોનાનો ભાવ 80,340 રૂપિયાની ઉપર ટ્રેડ થઈ રહ્યો છે.

આજે, હોલિકા દહનના એક દિવસ પહેલા, સોનાના ભાવમાં ઘટાડો થયો છે. બુધવાર, 12 માર્ચના રોજ સોનું સસ્તું થયું છે. 10 ગ્રામ સોનાના ભાવમાં 400 રૂપિયાનો ઘટાડો થયો છે. દેશના મુખ્ય શહેરોમાં, 24 કેરેટ સોનાનો ભાવ 87,400 રૂપિયાની આસપાસ અને 22 કેરેટ સોનાનો ભાવ 80,200 રૂપિયાની ઉપર ટ્રેડ થઈ રહ્યો છે. એક કિલો ચાંદીનો ભાવ 97900 રૂપિયાના સ્તરે છે.

દિલ્હીમાં 22 કેરેટ સોનાની કિંમત 80,340 રૂપિયા અને 24 કેરેટ સોનાની કિંમત 87,630 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. જ્યારે મુંબઈમાં 22 કેરેટ સોનું 80,190 રૂપિયા અને 24 કેરેટ સોનું 87,480 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ થઈ રહ્યા છે. દેશના અન્ય મોટા શહેરોમાં પણ સોનાના ભાવમાં મામૂલી વધઘટ જોવા મળી હતી. ગુજરાતના અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરા જેવા મોટા શહેરોમાં આજે 24 કેરેટ સોનાનો ભાવ 87,530 રુપિયા પ્રતિ 10 ગ્રામ છે જ્યારે 22 કેરેટ સોનાનો ભાવ 80,240 રુપિયા પર ચાલી રહ્યો છે.

આ પણ વાંચો..શેરબજારની શરૂઆત ઘટાડા સાથે થઈ: જાણો સેન્સેક્સ અને નિફટીની સ્થિતિ

Back to top button