ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગબિઝનેસ

સતત બીજા દિવસે સોનું થયુ મોંઘુ, જાણો આજનો લેટસ્ટ ભાવ

Text To Speech

નવી દિલ્હી, ૨૧ ફેબ્રુઆરી: ૨૦૨૫: અમેરિકન ફેડે ટ્રમ્પનો ટૅરિફવધારો એકધારો આગળ વધી રહ્યો હોવાથી આગામી દિવસોમાં ઇન્ફ્લેશન વધવાની આગાહી કરતાં વર્લ્ડ માર્કેટમાં સોનું સતત બીજે દિવસે નવી ટોચે પહોંચ્યું હતું. દેશના મોટા શહેરોમાં 24 કેરેટ સોનાનો ભાવ 88,000 રૂપિયાને પાર પહોંચી ગયો છે. તે જ સમયે, 22 કેરેટ સોનાની કિંમત 80,800 રૂપિયાની ઉપર ટ્રેડ થઈ રહી છે. સોનાની કિંમતમાં 500 રૂપિયા સુધીનો વધારો જોવા મળી રહ્યો છે.

આજે શુક્રવાર 21 ફેબ્રુઆરી 2025ના રોજ સોનાના ભાવમાં વધારો થયો છે. દેશના મોટા શહેરોમાં 24 કેરેટ સોનાનો ભાવ 88,000 રૂપિયાને પાર પહોંચી ગયો છે. તે જ સમયે, 22 કેરેટ સોનાની કિંમત 80,800 રૂપિયાની ઉપર ટ્રેડ થઈ રહી છે. સોનાની કિંમતમાં 500 રૂપિયા સુધીનો વધારો જોવા મળી રહ્યો છે. ચાંદીના ભાવમાં નજીવો ફેરફાર જોવા મળ્યો હતો. અમદાવાદમાં 22 કેરેટ સોનાની કિંમત 80,760 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. જ્યારે 24 કેરેટ સોનાની કિંમત 88,100 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.

દિલ્હીમાં 24 કેરેટ સોનું મોંઘુ ફરી મોંઘુ થયું છે. અહીં કિંમત 88,200 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગઈ છે, જ્યારે 22 કેરેટ સોનું 80,860 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર છે. મુંબઈમાં 24 કેરેટ સોનાની કિંમત 88,050 રૂપિયા અને 22 કેરેટ સોનાની કિંમત 80,710 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ થઈ રહી છે.

આ પણ વાંચો..અઠવાડિયાના છેલ્લા દિવસે પણ શેરબજાર રેડ ઝોનમાં ખુલ્યું: સેન્સેક્સમાં આટલું ગાબડું

Back to top button