કર્ણાટકમાં ઘરના નળ દ્વારા “સંભાર” વિતરણ, વિશ્વાસ નથી? તો જૂઓ વીડિયો


- ઘરમાં રહેલા પાણીના નળમાંથી વિચિત્ર રંગનું નિકળ્યું પાણી
- એક વ્યક્તિએ ટ્વિટ કરી વિનંતી કરી કે પીવા લાયક પાણી આપો
કર્ણાટક, 8 ફેબ્રઆરી: પાણી માનવ જીવનનો એક મહત્વપૂર્ણ ભાગ છે. જો માનવીને પાણી ન મળે તો તે લાંબો સમય જીવી શકતો નથી. જો કે આ પૃથ્વી પર પુષ્કળ પાણી છે, પરંતુ માનવી માટે પીવા લાયક પાણી ખૂબ જ ઓછું છે. મતલબ કે પાણી હોવુંએ મહત્તવનું નથી, પરંતુ પાણી પીવા લાયક હોવુ ખુબજ મહત્તવનું છે. જો કોઈ વ્યક્તિ ખરાબ પાણી પીવે છે તો તે બીમાર પડે છે. તેથી સ્વચ્છ પાણી માનવી માટે ખુબજ જરુરી છે. પરંતુ કર્ણાટકની એક સોસાયટીનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં ઘરમાં ગંદુ પાણી આવતું જોવા મળી રહ્યું છે.
ટ્વિટ કરી કર્ણાટકના સીએમને કરી વિનંતી
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર વીડિયોમાં તમે જોઈ શકો છો કે નળમાંથી ખૂબ જ ગંદુ પાણી આવી રહ્યું છે. આ પાણી એટલું ગંદુ છે કે તેને ઉપયોગમાં પણ લઈ શકાય એવું નથી. પોસ્ટમાં કર્ણાટકના મુખ્યમંત્રી કાર્યાલયને ટેગ કરીને વ્યક્તિએ લખ્યું છે કે, ‘કૃપા કરીને શોભા એરેના એપાર્ટમેન્ટમાં ઉપલબ્ધ પીવાના પાણીની ગુણવત્તા ચકાસો. કૃપા કરીને અમને પીવા લાયક પાણી આપો. કેટલીક વધુ તસવીરો શેર કરતા વ્યક્તિએ કહ્યું કે અન્ય લોકોના ઘરમાં પણ આવું જ પાણી આવી રહ્યું છે.
અહીં જુઓ વાયરલ વીડિયો:
Dear @CMofKarnataka, @DKShivakumar, @BBMPCOMM, Please see the quality of water we are getting in Sobha Arena Apartment for Drinking. Please give us Cauvery Water at Judicial Layout, Thalagattapura, Kanakapura Main Road. @KA_HomeBuyers @chairmanbwssb @BlrCityPolice @SobhaLtd pic.twitter.com/rn8yUzSuWz
— Dhananjaya Padmanabhachar (@Dhananjaya_Bdvt) February 7, 2024
લોકોએ વીડિયો જોઈ શું કહી રહ્યા છે?
સમાચાર લખાય છે ત્યાં સુધી આ પોસ્ટને 2 લાખ 66 હજાર લોકો જોઈ ચૂક્યા છે. વીડિયો જોયા બાદ એક યુઝરે લખ્યું – એક ક્ષણ માટે મને લાગ્યું કે તેઓ નળ દ્વારા ઘરમાં સંભાર પહોંચાડી રહ્યા છે. અન્ય યુઝરે લખ્યું- મને લાગ્યું કે આ સંભાર છે. એક યુઝરે કહ્યું કે દરેક ટાંકી જે સ્વચ્છ નથી તેમાં આવું જ પાણી હોય છે.
આ પણ વાંચો: ડોમિનોઝ પિઝામાં સફાઈ કરતી વખતે વીજ કરંટ લાગતા યુવકનું મૃત્યુ, સમગ્ર ઘટના CCTVમાં કેદ