સપ્તાહના પ્રથમ દિવસે જ સોનું થયું સસ્તું, જાણો આજનો ભાવ


નવી દિલ્હી, 24 માર્ચ: 2025: સોમવારે, અઠવાડિયાના પહેલા કારોબારી દિવસે, સોનાના ખરીદદારોને થોડી રાહત મળી. આજે (24 માર્ચ), MCX પર સોનાનો ભાવ 88,000 રૂપિયાના સ્તરથી નીચે આવી ગયો છે. સોનાનો ભાવ 87,759 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે જ્યારે ચાંદીના ભાવમાં 0.43 ટકાનો વધારો થયો છે, ચાંદી 98,309 રૂપિયા પર ટ્રેડ કરી રહી છે.
સોનાના ભાવમાં ઘટાડો થવાના મુખ્ય કારણો વૈશ્વિક બજારોમાં નબળાઈ, ડૉલરની મજબૂતી અને પ્રોફિટ બુકિંગ છે. જ્યારે ડોલર મજબૂત થાય છે ત્યારે સોનાના ભાવ પર દબાણ વધે છે, કારણ કે મોંઘા ડોલરને કારણે રોકાણકારો સોનામાં રસ ગુમાવે છે. ગયા સપ્તાહે શુક્રવારની સરખામણીમાં સોનાની કિંમતમાં લગભગ રૂ. 900નો ઘટાડો જોવા મળ્યો છે. આવી સ્થિતિમાં સોનાના ભાવમાં હજુ વધુ ઘટાડો થશે કે કેમ તે જોવું રહ્યું. દેશના મોટા શહેરોમાં 24 કેરેટ સોનાનો ભાવ 89,900 રૂપિયા અને 22 કેરેટ સોનાનો ભાવ 82,400 રૂપિયાની ઉપર ટ્રેડ થઈ રહ્યો છે.
રાષ્ટ્રીય રાજધાની દિલ્હીના બુલિયન બજારમાં, સોનાનો ભાવ 400 રૂપિયાના ઘટાડા સાથે 91,250 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયો. ઓલ ઈન્ડિયા બુલિયન એસોસિએશને આ માહિતી આપી. બુધવારે 99.9 ટકા શુદ્ધતા ધરાવતું સોનું ૯૧,૬૫૦ રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું. તે જ સમયે, 99.5 ટકા શુદ્ધતા ધરાવતું સોનું 400રૂપિયાના ઘટાડા સાથે 90,800 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું, જે એક દિવસ પહેલા ૯૧,૨૦૦ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામ હતું.
મુંબઈમાં 22 કેરેટ સોનું 82,290 રૂપિયા અને 24 કેરેટ સોનું 89,770 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ થઈ રહ્યું છે. આજે સમગ્ર દેશમાં સોનાના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. ગયા શુક્રવારની સરખામણીએ આજે સોમવારે સોનું સસ્તું થયું છે. જ્યારે અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરા જેવા શહેરોમાં આજે 24 કેરેટ સોનાની કિંમત 89,870 રુપિયા છે જ્યારે 22 કેરેટ સોનાની કિંમત 82,340 રુપિયાની આસપાસ છે.
આ પણ વાંચો….ભારતીય જીડીપી 10 વર્ષમાં બમણીઃ અમરિકા અને ચીને પાછળ છોડ્યુ