સોના ચાંદીના ભાવમાં તેજી: જાણો આજનો ભાવ


નવી દિલ્હી, ૨૦ ફેબ્રુઆરી: આજે, 20 ફેબ્રુઆરી, 2025 ના રોજ, સોનાની કિંમતમાં ફરી વધારો થયો છે. દેશના મોટા શહેરોમાં 24 કેરેટ સોનાની કિંમત 87,600 રૂપિયાથી વધુ છે. તે જ સમયે, 22 કેરેટ સોનાની કિંમત 80,300 રૂપિયાની ઉપર ટ્રેડ થઈ રહી છે. આ સાથે આજે ચાંદીના ભાવમાં મોટો ઉછાળો આવ્યો છે. દેશમાં એક કિલો ચાંદીનો ભાવ રૂ. 1,00,400 પર છે.
ફરી એકવાર સોના અને ચાંદીના ભાવમાં જબરદસ્ત વધારો થયો છે. ટેરિફ પરના તણાવને કારણે, આંતરરાષ્ટ્રીય અને સ્થાનિક બજારોમાં સોનાના ભાવ ઝડપથી વધી રહ્યા છે. દિલ્હીમાં 24 કેરેટ સોનું મોંઘુ થયુ છે. અહીં ભાવ 87,810 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયા, જ્યારે 22 કેરેટ સોનું 80,460 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બનેલુ છે. મુંબઈમાં 24 કેરેટ સોનાના ભાવ 87,660 રૂપિયા અને 22 કેરેટ સોનું 80,360 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર કારોબાર કરી રહ્યા છે.
અમદાવાદમાં 22 કેરેટ સોનાની કિંમત 80,410 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. જ્યારે 24 કેરેટ સોનાની કિંમત 87,710 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. વૈશ્વિક બજારમાં લગભગ $25 નો વધારો જોવા મળ્યો. COMEX સોનું $2,960 ની ઉપર હતું.