તેજી બાદ સોના અને ચાંદીમાં કડાકો: જાણો કેટલો થયો ઘટાડો
સોનાની કિંમતમાં ઘટાડો મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર જોવા મળ્યો
નવી દિલ્હી, 24 મે 2024, રેકોર્ડ સ્તરે પહોંચ્યા બાદ સોના અને ચાંદીના ભાવમાં છેલ્લા ચાર દિવસથી સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. સોનું રૂ.74367થી ઘટીને રૂ.71500ની આસપાસ પહોંચી ગયું છે. સોનાની કિંમતમાં આ ઘટાડો મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર જોવા મળ્યો છે. છેલ્લા ચાર દિવસમાં ચાંદી 4,222 રૂપિયા સસ્તી થઈ છે.
જાણો સોના અને ચાંદીના ભાવ શું છે ?
સોના ચાંદીના ભાવમાં મોટું ગાબડું પડયું છે એકાએક મોટો ઘટાડો જોવા મળ્યો છે. વૈશ્ર્વિક બજારમાં મોટી હલચલ થઈ છે. 20 મે, 2024ના રોજ ચાંદીએ તેની સર્વકાલીન ઊંચી સપાટી બનાવી હતી. આ દિવસે ચાંદીની કિંમત 95,267 રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચી હતી, પરંતુ ત્યારથી તેની કિંમત દરરોજ ઘટી રહી છે. આવી સ્થિતિમાં છેલ્લા ચાર દિવસમાં ચાંદી 4,222 રૂપિયા સસ્તી થઈ છે. MCX પર, 5 જૂનના વાયદા માટે સોનું રૂ. 71,526 પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ થઈ રહ્યું છે. તેની કિંમતમાં 51 રૂપિયા પ્રતિ 10 ગ્રામનો ઘટાડો થયો છે. જ્યારે 20 મેના રોજ સોનાનો ભાવ 74367 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતો જે ઘટીને 71,526 રૂપિયા થઈ ગયો છે. આવી સ્થિતિમાં ચાર દિવસમાં સોનું 2,841 રૂપિયા પ્રતિ 10 ગ્રામ સસ્તું થયું છે.
ગુરુવારે સોના અને ચાંદીના ભાવમાં મોટો ઘટાડો જોવા મળ્યો હતો. 22 મેના રોજ સોનાનો ભાવ 73046 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતો જે 23 મે એટલે કે ગઈકાલે ઘટીને 71,577 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર આવી ગયો હતો. આવી સ્થિતિમાં ગઈકાલે સોનાના ભાવમાં 1469 રૂપિયાનો ઘટાડો થયો હતો. બીજી તરફ ચાંદીની વાત કરીએ તો 22 મેના રોજ ચાંદી 93,013 રૂપિયા પ્રતિ કિલોગ્રામ હતી અને 23 મેના રોજ તે ઘટીને 90,437 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર આવી ગઈ હતી. આવી સ્થિતિમાં ગઈકાલે ચાંદીના ભાવમાં 2576 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો.
આંતરરાષ્ટ્રીય બજારમાં પણ ઘટાડો
આંતરરાષ્ટ્રીય બજાર કોમેક્સમાં સ્પોટ સોનું $2,375 પ્રતિ ઔંસના ભાવે ટ્રેડ થઈ રહ્યું હતું, જે અગાઉના ભાવ કરતાં $42 ઓછું છે. ચાંદીના ભાવમાં પણ ઘટાડો થયો હતો અને તે 30.80 ડોલર પ્રતિ ઔંસ પર ટ્રેડ થઈ રહ્યો હતો. છેલ્લા ટ્રેડિંગ સેશનમાં ચાંદીની કિંમત $31.75 પ્રતિ ઔંસ પર બંધ થઈ હતી. સટોડિયાઓએ તેમના સોદાનું કદ ઘટાડ્યું, જેના કારણે ગુરુવારે વાયદાના વેપારમાં સોનાની કિંમત રૂ. 731 ઘટીને રૂ. 72,315 પ્રતિ 10 ગ્રામ થઈ ગઈ.
આ પણ વાંચો..મેડ ઇન ઇન્ડિયા કાર: ભારતીયો માટે રેન્જ રોવર અને રેન્જ રોવર સ્પોર્ટ 18-22 ટકા થશે સસ્તી!