નવા વર્ષના પ્રથમ દિવસે સોનું-ચાંદી થયું સસ્તું, જાણો આજનો લેટેસ્ટ ભાવ
નવી દિલ્હી, ૧ જાન્યુઆરી, આજે વર્ષના પ્રથમ દિવસે સોનાના ભાવમાં થોડી રાહત મળી છે. 1 જાન્યુઆરી 2025ના રોજ સોનાની કિંમત 450 રૂપિયા સસ્તી થઈ ગઈ છે. ગઈકાલે, મંગળવાર, 31 ડિસેમ્બર, 2024ની સરખામણીએ બુધવારે સોનાની કિંમતમાં ઘટાડો થયો હતો. દેશના મોટાભાગના શહેરોમાં 24 કેરેટ સોનાનો ભાવ 77,600 રૂપિયાની આસપાસ ટ્રેડ થઈ રહ્યો છે. 22 કેરેટ સોનાની કિંમત 71,200 રૂપિયાની આસપાસ છે. દેશમાં એક કિલો ચાંદીની કિંમત 90,500 રૂપિયા પર ટ્રેડ થઈ રહી છે. ગઈ કાલે ચાંદીનો ભાવ રૂ.92,500 હતો. નવા વર્ષના દિવસે ચાંદીમાં પ્રતિ કિલો રૂ. 2,000નો ઘટાડો થયો હતો.
જો તમે પણ સોના-ચાંદી ખરીદવા માંગો છો તો તમારા માટે આજે સારા સમાચાર સામે આવ્યા છે. આ ટ્રેડીંગ દિવસોમાં હાલ તે ભાવમા ગરમાઈ જોવા મળી છે. જ્યારે આજના ટ્રેડીંગ દિવસમાં સોનાના ભાવમાં ઘટાડો થયો અને ચાંદી ના ભાવમાં પણ આજે ઘટાડો જોવા મળ્યો છે. બુધવારે સોનું 460 રૂપિયા પ્રતિ 10 ગ્રામ ઘટીને 77,600 રૂપિયા નોધ્યું હતું. જ્યારે અગાઉના ટ્રેડિંગ દિવસે મંગળવારે સોનાનો ભાવ 180 રૂપિયા પ્રતિ 10 ગ્રામ વધીને 78,060 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયો હતો.
નિષ્ણાતોના મતે રૂપિયાની નબળાઈ, રશિયા-યુક્રેન યુદ્ધ અને પશ્ચિમ એશિયામાં તણાવના કારણે સોનાની માંગ વધી રહી છે. સુરક્ષિત વિકલ્પોમાં રોકાણકારોની રુચિ અને જ્વેલર્સ દ્વારા વધેલી ખરીદી પણ ભાવને પ્રભાવિત કરી રહી છે. આ સિવાય ડૉલરની મજબૂતાઈ અને સેન્ટ્રલ બૅન્કોની નીતિમાં ફેરફારને કારણે બજારમાં અસ્થિરતાની શક્યતા છે. આ તમામ પરિબળોને કારણે આગામી દિવસોમાં સોનાના ભાવ ઊંચા સ્તરે પહોંચી શકે છે.
આ પણ વાંચો…જબરદસ્ત પ્રીમિયમ સાથે લિસ્ટ થયો આ IPO, રોકાણકારો થયા માલામાલ