કચ્છ - સૌરાષ્ટ્રગુજરાત

મોરબી દુર્ઘટનાને લઈને PM મોદીને બદનામ કરવા બદલ TMC પ્રવક્તાની ધરપકડ

Text To Speech

તૃણમૂલ કોંગ્રેસના પ્રવક્તા અને મમતા બેનર્જીના નજીકના સાકેત ગોખલેની સોમવારે ગુજરાત પોલિસે રાજસ્થાનના જયપુર એરપોર્ટ પરથી ધરપકડ કરી છે. ગોખલે પર મોરબી બ્રિજ તૂટી પડવાના મામલે વડાપ્રધાન મોદી વિશે ખોટા સમાચાર ફેલાવી પીએમ પર આરોપો લગાવ્યા હતા. જે બાદ આ મામલે ગુજરાત પોલીસે ફરીયાદ નોંધી હતી. જે બાદ ગુજરાત પોલીસે જયપુર એરપોર્ટ પરથી સાકેતની ધરપકડ કરી હતી. જે અંગેની માહિતી ટીએમસીના નેતા ડેરેક ઓ બ્રાયે ટ્વીટ કરીને આપી હતી.

 સાકેત પર ખોટા કેસનો ટીએમસી નેતાનો દાવો

ટીએમસીના નેતા ડેરેકના જણાવ્યા અનુસાર સાકેતની ધરપકડ બાદ 2 મિનિટ માટે કોલ કરવાની પરવાનગી આપવામાં આવી હતી. જે બાદથી તેનો ફોન પોલીસ દ્વારા જપ્ત કરી લેવામાં આવ્યો છે. ડેરેક કહ્યું હતુ કે, `મોરબી બ્રિજ અકસ્માત અંગે અમદાવાદ સાયબર સેલમાં સાકેત ગોખલે સામે ખોટો કેસ નોંધવામાં આવ્યો છે. આ બધું અખિલ ભારતીય તૃણમૂલ કોંગ્રેસ અને વિપક્ષના અવાજને બંધ કરી શકતું નથી. ડેરેકે ભાજપ પર બદલાની રાજનીતિનો આરોપ પણ લગાવ્યો છે.

આ પણ વાંચો:રાજકારણીઓના રંગઃ ચૂંટણીનો થાક ઉતારતા વડાપ્રધાન, વિપક્ષી નેતાઓ સાથે એકદમ હળવા મૂડમાં નજરે પડ્યા

સાકેત પર પીએમને બદનામ કરવાનો આરોપ

1 ડિસેમ્બરના રોજ TMCના પ્રવક્તા સાકેત ગોખલેએ દાવો કર્યો હતો કે પુલ તૂટી પડવાની ઘટના બાદ મોરબીમાં પીએમની મુલાકાત માટે 30 કરોડ રુપિયા ખર્ચવામાં આવ્યા હતા. જેમાં સાકેત દાવો કર્યો હતો કે 5.5 કરોડ રિસેપ્શન, ઈવેન્ટ મેનેજમેન્ટ અને માત્ર ફોટોગ્રાફી માટે ખર્ચવમાં આવ્યા હતા. તેમજ ઈવેન્ટ મેનેજમેન્ટની કિંમત 135 લોકોના જીવથી વધુ છે. કારણકે મૃત્યુ પામેલ લોકોના પરિવારને માત્ર 4 લાખ આપી સરમજાવટ કરી લેવામાં આવીના આક્ષેપ બાદ પોલીસ ફરિયાદ નોંધાય હતી

Back to top button