

અમેરિકા જવાની ઈચ્છા રાખનાર વિદ્યાર્થીઓ અને પર્યટકોને જો બાઈડન સરકારે ઝટકો આપ્યો છે. તેમણે અમેરિકાના વિઝાની ફીમાં રૂ.2051 નો વધારો જાહેર કર્યો છે. અમેરિકાના વિદેશ વિભાગે નોન ઈમિગ્રન્ટ વિઝા ફીમાં વધારાની જાહેરાત કરી છે. વિઝા ફી પહેલા રૂ.13126 હતી, જે વધારીને રૂ.15177 કરવામાં આવી છે. અમેરિકાના વિદેશ વિભાગની જાહેરાત મુજબ, ટુરિસ્ટ વિઝા, સ્ટુડેન્ટ વિઝા, એક્સચેંજ વિઝિટર વિઝાની ફીમાં રૂ.2051નો વધારો કરવામાં આવ્યો છે. આ વિઝાના નવા દરો 30, મે, 2023થી લાગુ કરવામાં આવશે.
અન્ય શ્રેણીમાં કેટલો વધારો કર્યો ?
આ સાથે જ અમેરિકાના વિદેશ વિભાગે એચ, એલ, ઓ, પી, ક્યુ અને આર શ્રેણીના અસ્થાયી કર્મચારીઓની વિઝા ફીમાં પણ વધારો જાહેર કર્યો છે. આ શ્રેણીમાં ફીને રૂ.15587થી વધારીને રૂ.16818 કરવામાં આવી છે. વેપારી, ઈન્વેસ્ટર અને બિઝનેસ (ઈ શ્રેણી)ના આવેદનકારો માટેની વિઝા ફીમાં પણ વધારો જાહેર કરવામાં આવ્યો છે. અમેરિકાના વિદેશ વિભાગે આ ફીને 15587 રૂપિયાથી વધારીને રૂ.25852 કરી દીધી છે.