ગુજરાતટ્રેન્ડિંગ

કચ્છથી અયોધ્યા જવુ બન્યુ સરળ, સ્પેશિયલ ટ્રેનની સુવિધાથી ભકતોમાં આનંદ

Text To Speech
  • ગુજરાતના વિવિધ શહેરોથી અયોધ્યા સુધી આસ્થા ટ્રેન દોડાવવામાં આવી રહી છે
  • ભુજ-અયોધ્યા આસ્થા વિશેષ ટ્રેનને સાંસદ વિનોદ ચાવડાએ લીલીઝંડી આપી
  • ટ્રેનમાં 1344 મુસાફરો સાથેની વિશેષ ટ્રેન અયોધ્યા જવા રવાના

કચ્છથી રામલલાના દર્શન કરવા જવા સ્પેશિયલ ટ્રેનની સુવિધા કરવામાં આવી છે. જેમાં કચ્છથી અયોધ્યા જવુ સરળ બન્યુ છે. તેમાં સાસંદ વિનોદ ચાવડાએ ટ્રેનને લીલી ઝંડી આપી છે. તેમજ ટ્રેનમાં બેસી સીધા રામ લલાના દર્શને પહોચાશે.

આ પણ વાંચો: હાઈફાઈ ચોર ઝડપાતા ગુજરાતમાં અનેક ચોરીનો ભેદ ઉકેલાવાની શક્યતા

ગુજરાતના વિવિધ શહેરોથી અયોધ્યા સુધી આસ્થા ટ્રેન દોડાવવામાં આવી રહી છે

અયોધ્યા ખાતે રામ મંદિરનું નિર્માણ થયા બાદ રામ ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે દેશનાં ખૂણે ખૂણેથી હજારો ભક્તો અયોધ્યા દર્શને જઈ રહ્યા છે.રામ ભક્તો રામ લલાના દર્શન કરી શકે તે માટે ગુજરાતના વિવિધ શહેરોથી અયોધ્યા સુધી આસ્થા ટ્રેન દોડાવવામાં આવી રહી છે. અયોધ્યામાં ઐતિહાસિક અને ભવ્ય રામ મંદિરની જ્યારથી પ્રાણ પ્રતિષ્ઠા થઈ છે ત્યારથી ભગવાન શ્રીરામના દર્શન કરવા માટે દૈનિક ધોરણે ભારે જનમેદની ઉમટી રહી છે. ગુજરાતમાંથી પણ મોટી સંખ્યામાં લોકો ભગવાન શ્રીરામના દર્શન કરવા માટે અયોધ્યા જઈ રહ્યા છે. ભુજથી અયોધ્યા સુધીની સીધી આસ્થા ટ્રેનની શરૂઆત કરવામાં આવી છે.

આ પણ વાંચો: ગુજરાત: દર્દીઓનો રાહત, PMJAY એમ્પેનલ્ડ હોસ્પિટલોએ હડતાલનું એલાન પાછુ ખેચ્યું

ટ્રેનમાં 1344 મુસાફરો સાથેની વિશેષ ટ્રેન અયોધ્યા જવા રવાના

કચ્છના સાંસદ વિનોદ ચાવડાએ ભુજ રેલવે સ્ટેશન ખાતે આસ્થા ટ્રેનને લીલીઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું હતું. આ દરમિયાન ભુજ રેલવે સ્ટેશન જય શ્રીરામના જયઘોષથી ગુંજી ઊઠયું હતું. માહિતી મુજબ, આસ્થા ટ્રેનમાં મુસાફરોને અત્યાધુનિક સુવિધાઓ મળશે. આ ટ્રેનમાં મુસાફરોને પાણી, નાસ્તો, ભોજન, સ્વાસ્થ્ય, સુરક્ષા, મુસાફરી કીટ સહિતની સુવિધા મળશે. ભુજ રેલવે સ્ટેશનથી પ્રથમ આસ્થા ટ્રેનમાં 1344 મુસાફરો સાથેની વિશેષ ટ્રેન અયોધ્યા જવા રવાના થઈ હતી.

Back to top button