ટ્રાવેલ

હનીમૂન માટે જઈ રહ્યાં છો? તો જાણો ઓછા બજેટમાં જઈ શકાય તેવીવિદેશની આ 5 જગ્યાઓ વિશે

Text To Speech

ટ્રાવેલ ડેસ્કઃ જો કે ભારતમાં હનીમૂન માટે ઘણી જગ્યાઓ છે, પરંતુ ઘણી વખત લોકો પોતાના પાર્ટનર સાથે પહેલીવાર વિદેશમાં જવાનું પસંદ કરે છે. જો તમે પણ તમારા પાર્ટનર સાથે વિદેશમાં હનીમૂન માટે સર્ચ કરી રહ્યા છો, તો અમે તમારા માટે 5 એવી જગ્યાઓ લઈને આવ્યા છીએ જ્યાં તમે તમારું હનીમૂન સસ્તા બજેટમાં સેટ કરી શકો છો. આનાથી તમે તમારા પાર્ટનર સાથે એક યાદગાર મેમરી બનાવી શકો છો.

હનીમૂન માટે ઓછા બજેટની જગ્યાઓ
1) નેપાળ
નેપાળની મુલાકાત લેવાની સૌથી સારી વાત એ છે કે, તમારે અહીં પહોંચવા માટે લાંબા સમય સુધી મુસાફરી કરવાની જરૂર નથી. અહીં તમે ફ્લાઈટ અને ટ્રેન બંને દ્વારા પહોંચી શકો છો, જો કે ટ્રેનમાંથી ઉતર્યા પછી તમારે નેપાળ બોર્ડર પર જવું પડે છે અને પછી તમારી બસ અથવા કેબ ત્યાંથી સરળતાથી મળી જાય છે. ભારતીય લોકોને અહીં જવા માટે વિઝાની જરૂર નથી. નેપાળ વેકેશનથી લઈને હનીમૂન સુધીનું બજેટ ફ્રેન્ડલી ડેસ્ટિનેશન છે. અહીં તમે ટ્રેકિંગની સાથે ઘણી એડવેન્ચર સ્પોર્ટ્સ પણ કરી શકો છો. અહીં વિઝાની જરૂર નથી પરંતુ તમારે ભારતીય પાસપોર્ટ બતાવવાની જરૂર પડી શકે છે.

ભૂટાન

2) ભુતાન
બજેટ ફ્રેન્ડલી હનીમૂન માટે ભૂટાનનું વાતાવરણ સારું છે. તે ભારતની નજીક પણ છે, તેથી તમારે બહુ લાંબુ ઉડવું પડશે નહીં. અહીં તમારું હનીમૂન બજેટમાં પૂર્ણ થઈ શકે છે. તમારા જીવનસાથી સાથે કુદરતની સુંદરતાના સાક્ષી બનવું તે એક સુલભ્ય લ્હાવો છે. અહીં જવા માટે તમારે વિઝાની પણ જરૂર નથી, ફક્ત તમારી સાથે ભારતીય પાસપોર્ટ અને એક ઓળખ કાર્ડ રાખો.

ઇન્ડોનેશિયા

3) ઇન્ડોનેશિયા
ઇન્ડોનેશિયામાં હનીમૂન માટે આવા ઘણા ટાપુઓ છે જે બજેટ ફ્રેન્ડલી છે. આ ટાપુઓ પર તમે સરળતાથી ઘણી બજેટ ફ્રેન્ડલી હોટેલ્સ પણ શોધી શકો છો. અહીં જવા માટે વિઝા ઓન અરાઈવલ છે, જેના માટે તમારે થોડાં રૂપિયા પણ ચૂકવવા પડશે. અહીં તમારા પાર્ટનર સાથે રોમેન્ટિક ડ્રાઈવ, થાઈ મસાજ, બીચ એક્ટિવિટી કરવાનું ભૂલશો નહીં.

શ્રીલંકા

4) શ્રીલંકા
હનીમૂન માટે એશિયામાં શ્રીલંકા શ્રેષ્ઠ સ્થળ છે. અહીં બૌદ્ધ મંદિરોની જેમ જોવા માટે ઘણું બધું છે. આ સાથે તમે અહીંના સ્વાદિષ્ટ ભોજનને ચૂકતા નહીં. શ્રીલંકા એક સસ્તા બજેટવાળું હનીમૂન ડેસ્ટિનેશન છે. જે પ્રવાસીઓ માટે પણ શ્રેષ્ઠ હોઈ શકે છે. અહીં જવા માટે તમે 30 દિવસના વિઝા ઓનલાઈન લઈ શકો છો. અહીં તમે તમારા પાર્ટનર સાથે ખૂબ એન્જોય કરી શકો છો

સેશેલ્સ

5) સેશેલ્સ
જો કે આ સ્થળ લોકોથી છુપાયેલું છે, પરંતુ બજેટ ફ્રેન્ડલી હોવાના કારણે સેશેલ્સ આ યાદીમાં સામેલ છે. અહીં તમે સમુદ્ર કિનારા પર ખૂબ જ સુંદર અને રોમેન્ટિક નજારોનો આનંદ માણી શકો છો. અહીં જવા માટે કોઈ વિઝાની જરૂર નથી, પરંતુ તમારે ભારતીય આઈડી કાર્ડ અને મુસાફરી દસ્તાવેજોની જરૂર પડશે. અહીં તમારા જીવનસાથી સાથે બીચ પર સાયકલ-સફારી પર જાઓ.

Back to top button