ગુજરાતટોપ ન્યૂઝ

ગોધરાકાંડ : 27 ફેબ્રુઆરી 2002 થી…………27 ફેબ્રુઆરી 2023

27 ફેબ્રુઆરી 2002 નો એ દિવસ સમગ્ર ભારતને હચમચાવી નાખ્યું હતું. આ દિવસે હિંદુ યાત્રાળુઓ અને કારસેવકો અયોધ્યાથી પરત ફરી રહ્યા હતા ત્યારે ગોધરામાં થયેલા કોમી રમખાણમાં લગભગ 59 લોકોના સ્થળ પર જ મૃત્યુ થયા. આ હત્યાકાંડમાં એવો આરોપ લાગી રહ્યો હતો કે સ્થાનિક મુસ્લિમ નેતાઓએ ટ્રેનને આગ લગાવી હતી. માનવ અધિકાર જૂથો અને એનજીઓ દ્વારા કરાયેલા અભ્યાસમાં આ આંકડો લગભગ 2000 ને પાર છે. સરકાર દ્વારા જાહેર કરાયેલ સત્તાવાર આંકડા પ્રમાણે 790 મુસ્લિમો અને 254 હિંદુઓની હત્યા કરવામાં આવી હતી, 223 લોકોના ગુમ થયાનો અહેવાલ હતો અને 2500 ઘાયલ થયા હતા. ગુજરાતમાં થયેલું હુલ્લડનું કારણ ગોધરા ટ્રેન રમખાણ માનવામાં આવે છે જેમાં લગભગ 53 હિંદુ કારસેવકોને કથિત મુસ્લિમ જૂથ દ્વારા જીવતા બાળવામાં આવેલા.ગોધરાકાંડ - Humdekhengenews આ વાતને આજે વર્ષો વીતી ગયા હોવા છતાં જ્યારે પણ ગોધરાકાંડનું નામ આવે છે ત્યારે તેમા અનેક નામો સામે આવે છે. મીડિયાના અલગ અલગ અહેવાલોની વાત કરવામાં આવે તો દરેક મીડિયાએ પોતાના વિચારો અલગ રીતે રજૂ કર્યા હતા. કેટલાય મોટા પત્રકારોથી લઈને નાના પત્રકારો આ ઘટનાને અલગ રીતે રજૂ કરતાં હતા અને આજે પણ કરે છે. ગોધરાકાંડ બાદ સમગ્ર ગુજરાતમાં જે માહોલ તે સમયે બન્યો હતો તે આપણી કલ્પનાના પરે છે. 2002 ના કોમી રમખાણોમાં દરેક સમાજે નુકસાન વેઠ્યું હતું.ગોધરાકાંડ - Humdekhengenews ઘટનાના દિવસે ગુજરાત સહિત સમગ્ર દેશમાં ભયનો માહોલ સર્જાયો હતો. ગામમાં આને શહેરના વિસ્તારમાં લોકો રાતોની રાતો જાગતા અને પોતાન ગામ આને વિસ્તારની રખેવાળી કરતાં હતા. સમગ્ર ગુજરાતમાં ગોધરાકાંડ બાદ અનેક લોકોના મોત, લૂંટફાટ, આગ લાગવાની અને બળાત્કાર જેવી ઘટનાઓ અલગ અલગ જગ્યાએ બની હતી. હિન્દુ-મુસ્લિમ જે આટલા વર્ષોથી સાથે રહેતા હતા તે એકબીજાના કટ્ટર દુશ્મન બની ગયા હતા. કેટલીય ઘટનાઓ એવિ પણ બની હતી કે સાથે રહેતા ખાતા-પિતા ને આ રમખાણોમાં એકબીજા પર હુમલો કર્યો હોય, એસિડ એટેકની પણ ઘટનાઓ બની હતી. નાના નાના ગામોમાં પણ એકબીજાના ઘરને આગ લગાડવા જેવી પણ ઘટનાઓ બની હતી. લોકો પોતાના સમાજની સંખ્યા વધુ હોય ત્યા પલાયન કરી રહ્યા હતા.ગોધરાકાંડ - Humdekhengenews નરોડા પાટિયા, ગુલમર્ગ, નરોડા ગામ, સરદારપુરા, વડોદરા બેસ્ટ બેકરી, ઓડ ગામ આ બધી જગ્યાએ હત્યાકાંડ બહુ ભયાનક થયા હતા. જે આજે પણ ત્યાંનાં લોકો ભૂલી શકે તેમ નથી. લોકોને જીવતા સળગાવી દેવાથી માંડીને અનેક એવી ઘટનાઓ બની હતી. સમગ્ર ગુજરાત ભળકે બળી રહ્યું હતું. કેટલાય લોકો, ઘર, દુકાનો બળીને ખાખ થઈ ગયા હતા.ગોધરાકાંડ - Humdekhengenews2004 માં તત્કાલીન રેલવે પ્રધાન લાલુ પ્રસાદ યાદવ દ્વારા સ્થપાયેલી બેનર્જી સમિતિએ 2006 નાં અહેવાલમાં જણાવ્યું હતું કે 27 ફેબ્રુઆરી 2002 નાં રોજ સાબરમતી એક્સપ્રેસના એસ-6 કોચમાં જે આગ લાગી તેનું કારણ તેમાં ખોરાક રાંધતા લોકોના લીધે બન્યો હતા અને તે બનાવમાં કોઈ પ્રકારની મુસ્લિમ સંડોવણી ન હતી. ત્યારબાદ ગુજરાત હાઈકોર્ટ દ્વારા બેનરજી સમિતિને ગેરકાયદેસર જાહેર કરવામાં આવી હતી. પછી નાણાવટી સમિતિએ આ ઘટના ને પૂર્વ આયોજિત કાવતરું કહ્યું અને નરેન્દ્ર મોદી ને ક્લીન ચીટ આપી. સુપ્રિમ કોર્ટે રચેલી સ્પેશિયલ ઈન્વેસ્ટીગેશન ટીમે 2002માં થયેલા કોમી રમખાણોમાં પોતાની બંધારણીય ફરજોને આધિન રહીને આ તોફાનો ડામવામાં નિષ્કાળજી દાખવી હોવાના આરોપોમાંથી તેમને ડિસેમ્બર 2010માં મુક્ત કર્યા હતા.

Back to top button