અમદાવાદગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

ગોધરા કાંડના 14 સાક્ષીઓની સુરક્ષા હટાવાઈ, સિક્યોરિટીમાં તૈનાત હતા CISFના 150 જવાનો

Text To Speech

અમદાવાદ, 05 માર્ચ 2025: ગોધરા કાંડના સાક્ષીઓની સુરક્ષા હટાવી દીધી છે. આ નિર્ણય કેન્દ્ર સરકાર તરફથી લેવામાં આવ્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, કૂલ 14 સાક્ષીઓની સુરક્ષા હટાવાઈ છે. જેમને સીઆઈએસએફના 150 જવાનો દ્વારા સુરક્ષા આપવામાં આવી રહી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, ગૃહ મંત્રાલયે SITની રિકમેંડેશન રિપોર્ટના આધાર પર 14 સાક્ષીઓની સુરક્ષા હટાવવાનો નિર્ણય લીધો છે. ગોધરા કાંડ પર બનેલી SITએ 10 નવેમ્બર 2023ના રોજ આ સાક્ષીઓને સુરક્ષા હટાવવાનો પોતાનો રિપોર્ટ આપ્યો હતો.

આ સાક્ષીઓની સુરક્ષા દૂર કરવામાં આવી હતી

૧-હબીબ રસૂલ સૈયદ
૨- અમીનાબેન હબીબ રસૂલ સૈયદ
૩-અકીલાબેન યાસીનમીન
૪-સૈયદ યુસુફ ભાઈ
૫-અબ્દુલભાઈ મરિયમ અપ્પા
૬-યાકુબ ભાઈ નૂરન નિશાર
૭-રજકભાઈ અખ્તર હુસૈન
૮- નાઝીમભાઈ સત્તારભાઈ
9-માજીદભાઈ શેખ યાનુશ મહમદ
૧૦-હાજી મયુદ્દીન
૧૧- સમસુદ્દીન ફરીદા બાનુ
૧૨-સમુદ્દીન મુસ્તફા ઇસ્માઇલ
૧૩- મદીના બીબી મુસ્તફા
૧૪-ભાઈલાલભાઈ ચંદુભાઈ રાઠવા.

શું છે ગોધરા કાંડ?

૨૭ ફેબ્રુઆરી, ૨૦૦૨ના રોજ, ગુજરાતના ગોધરામાં અયોધ્યાથી પરત ફરી રહેલા કારસેવકોને લઈ જતી સાબરમતી એક્સપ્રેસના એક ડબ્બામાં આગ લાગી હતી, જેમાં ૫૮ લોકોનાં મૃત્યુ થયા હતા. આ ઘટના પછી, સમગ્ર રાજ્યમાં મોટા પાયે રમખાણો ફાટી નીકળ્યા, જેના પછી કેન્દ્ર સરકારે સેના મોકલવી પડી હતી.

સત્તાવાર અંદાજ મુજબ, તે ભારતમાં થયેલી સૌથી ખરાબ સાંપ્રદાયિક હિંસામાંની એક હતી. જેમાં ૭૯૦ મુસ્લિમ અને ૨૫૪ હિન્દુઓ સહિત ૧૦૪૪ લોકો માર્યા ગયા હતા. આ ઘટના બાદ બળાત્કાર, લૂંટફાટ અને મિલકતને નુકસાન પહોંચાડવાના અહેવાલો પણ આવ્યા હતા, જેમાં ઘરો અને દુકાનોને બાળી નાખવાનો સમાવેશ થાય છે. આ ઘટના પછી, લગભગ 2 લાખ લોકો વિસ્થાપિત થયા. તેમાંથી ઘણા પોતાના ઘરે પાછા ફરી શક્યા નહીં અને નવા વિસ્તારોમાં સ્થાયી થઈ ગયા હતા.

આ પણ વાંચો: ચીનનો વળતો ઘાઃ અમેરિકન એગ્રીકલ્ચર પર 10-15 ટકા આયાત લેવી લાદી

Back to top button