પ્રદૂષણથી ચિંતિત ભગવાન તમારી મદદે આવ્યાઃ નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ
- નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે વિવિધ શહેરોમાં બગડતી AQI સંબંધિત અરજીઓ પર સુનાવણી હાથ ધરી
- પંજાબ પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા પ્રદૂષણને લઈને કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી : NGT
દિલ્હી : નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ (National Green Tribunal – NGT) વિભાગે વિવિધ શહેરોમાં બગડતી જતી એર-ક્વોલિટી ઈન્ડેક્ષ (AQI) સંબંધિત અરજીઓ પર શુક્રવારે સુનાવણી હાથ ધરી હતી. જેમાં પંજાબ, મધ્યપ્રદેશ, ગુજરાત, બિહાર, હરિયાણા, ઉત્તરપ્રદેશ જેવા દેશોની અરજીઓ પર કાર્યવાહી કરવામાં આવી હતી. સુનાવણી દરમિયાન નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ (NGT) વિભાગ દ્વારા પંજાબ પ્રદૂષણ નિયંત્રણ બોર્ડને (Punjab pollution control board) પ્રદૂષણને લઈને બોર્ડ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતી ન હોવાનું જણાવ્યું. સુનાવણીને લઈને મધ્યપ્રદેશ, ગુજરાત અને બિહાર સરકારના વકીલોનું કહેવું છે કે, “તેઓએ જવાબ દાખલ કર્યો છે.” જ્યારે ઉત્તર પ્રદેશના વકીલનું કહેવું છે કે, “ સમસ્યાને લઈને તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે અને તમામ દિશાઓનું પાલન કરવામાં આવશે.
નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ દ્વારા પંજાબ પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની ઝાટકણી કાઢવામાં આવી
નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ (એનજીટી) વિભાગે પંજાબ પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની ઝાટકણી કાઢતા જણાવવામાં આવ્યું કે, “શું કોઈ જગ્યાએ કોઈ સુધારો થયો છે? એવું એક શહેર દર્શાવો કે જ્યાં પરિસ્થિતિ સુધરી હોય? રિપોર્ટમાં જે બતાવવામાં આવ્યું છે અને સેટેલાઇટ ઇમેજમાં દેખાઈ રહ્યું છે તે મેળ ખાતું નથી.” વધુમાં જણાવ્યું કે, “પંજાબના શહેરોના રહેવાસીઓનું શું થશે? પંજાબના શહેરો ધુમાડામાં લપેટાઈ ગયા છે. આજે વરસાદ પડ્યો હતો. પ્રદૂષણ સામે ભગવાન તમારા બચાવમાં આવ્યા હતા કારણ કે ભગવાનને પણ સમજાઈ ગયું કે તમારા તરફથી કશું કરવામાં આવી રહ્યું નથી.
નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે કહ્યું કે, “હરિયાણામાં પ્રદૂષણના વધારાથી સૌથી વધુ સ્થળો પ્રભાવિત છે. ફતેહાબાદ ગંભીર છે અને 3 નવેમ્બરથી તેમાં કોઈ સુધારો થયો નથી.”
આ પણ જુઓ :ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રાએ પરાળી સળગાવવાથી થતું પ્રદૂષણ રોકવા ઉપાય બતાવ્યો