ટ્રેન્ડિંગ

‘ભગવાનનું બીજુ રૂપ હોય છે પપ્પા’: લાલુ યાદવની પુત્રી રોહિણીએ સિંગાપુરથી કરી ભાવુક પોસ્ટ

Text To Speech

રાષ્ટ્રીય જનતા દળના પ્રમુખ લાલુ પ્રસાદ યાદવની પુત્રી રોહિણી આચાર્યએ આજે પિતાને લઇને એક ભાવુક પોસ્ટ શેર કરી છે. લાલુ યાદવની કિડની આવતા મહિને સિંગાપુરમાં ટ્રાન્સપ્લાન્ટ થશે. તેઓ હજુ પણ સિંગાપુરમાં રોહિણીના નિવાસ પર છે. રોહિણી આચાર્ય જ પોતાના પિતાને કિડની દાન કરવાની છે.

રોહિણી આચાર્યએ લાલુ યાદવ સાથે એક તસવીર શેર કરતા ફેસબુક પોસ્ટમાં લખ્યુ છે કે ‘ભગવાનનુ બીજુ રુપ હોય છે પપ્પા. દરેક દિકરીઓ માટે અભિમાન હોય છે પપ્પા’. રાજદના પ્રમુખ લાલુ પ્રસાદ યાદવ કિડની ટ્રાન્સપ્લાન્ટ કરાવવા માટે શનિવારે સિંગાપુર રવાના થયા છે. તેમની સાથે નાનો પુત્ર અને બિહારનો ડેપ્યુટી સીએમ તેજસ્વી યાદવ તેમજ પરિવારના અન્ય સભ્યો પણ છે. 74 વર્ષીય લાલુ યાદવ કિડનીની સમસ્યાનો ઇલાજ કરાવી રહ્યા છે. ડિસેમ્બરના પહેલા અઠવાડિયામાં તેમની કિડની ટ્રાન્સપ્લાન્ટ થઇ શકે છે. 74 વર્ષીય યાદવ ગયા મહિને સિંગાપુરથી પરત આવ્યા હતા.

વિશ્વાસ છે ઓપરેશન સફળ રહેશેઃ તેજસ્વી યાદવ
રાજદ નેતા અને બિહારના ડેપ્યુટી સીએમ તેજસ્વી યાદવે કહ્યુ કે અમને પુરો વિશ્વાસ છે કે ઓપરેશન સફળ થશે. તેમના શુભચિંતકો તેમના જલ્દી સાજા થવાની પ્રાર્થના કરી રહ્યા છે. બધાની દુઆઓ તેમની સાથે જ છે.

આ પણ વાંચોઃ જિનપિંગ સરકાર ચીનમાં વિરોધના અવાજને દબાવવા પોલીસે વિરોધ કવર કરી રહેલા તેના પત્રકારને માર્યો માર

Back to top button