નેશનલ

ગોવા: પીએમ મોદીએ આંતરરાષ્ટ્રીય એરપોર્ટનું ઉદ્ઘાટન કર્યું, નવા એરપોર્ટનું નામ પૂર્વ સીએમ પર્રિકરનાં નામ પર હશે

Text To Speech

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે ગોવામાં મોપા ઈન્ટરનેશનલ એરપોર્ટનું ઉદ્ઘાટન કર્યું. રાજ્યના મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે કહ્યું કે આ એરપોર્ટનું નામ પૂર્વ મુખ્યમંત્રી મનોહર પર્રિકરના નામ પર રાખવામાં આવશે. આ એરપોર્ટ પણજીથી 35 કિમી દૂર છે. આ એરપોર્ટ ટૂંક સમયમાં શરૂ થશે, કારણ કે ઈન્ડિગો અને ગો-ફર્સ્ટ એરલાઈન્સે 168 અને 42 ફ્લાઈટ સેવાઓની જાહેરાત કરી દીધી છે.

ઈન્ડિગોએ કહ્યું, અમે અહીં સૌથી મોટી એરલાઈન્સ શરૂ કરીશું. અમે તરત જ 8 શહેરોને ગોવાના નવા આંતરરાષ્ટ્રીય એરપોર્ટ સાથે જોડીશું. ઉલ્લેખનીય છે કે, પીએમ મોદીએ વર્ષ 2016માં આ એરપોર્ટનો શિલાન્યાસ કર્યો હતો. આ પ્રસંગે કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં આજે અમે એક વર્ષમાં ઘણા એરપોર્ટનું ઉદ્ઘાટન કરી રહ્યા છીએ. જ્યારે અગાઉની સરકારમાં એક અઠવાડિયામાં માત્ર એક કે અડધો પ્રોજેક્ટ પૂરો થઈ શકતો હતો. આ ડબલ એન્જિન સરકારની શક્તિ દર્શાવે છે. તેમણે કહ્યું કે આ પહેલીવાર છે જ્યારે એક જ શહેરમાં બે એરપોર્ટ બનાવવામાં આવ્યા છે.

પીએમ મોદીએ AIIMSનું ઉદ્ઘાટન કર્યું

બીજી તરફ પીએમ મોદીએ ગોવાના ધારગલમાં અખિલ ભારતીય આયુર્વેદ સંસ્થાનનું ઉદ્ઘાટન પણ કર્યું. તેમણે અહીંથી વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ગાઝિયાબાદમાં નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ યુનાની મેડિસિન અને નવી દિલ્હીમાં નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ હોમિયોપેથીનું પણ ઉદ્ઘાટન કર્યું હતું. પીએમ મોદીએ કહ્યું, ‘મને ખાતરી છે કે આ ત્રણ સંસ્થાઓ આયુષ સ્વાસ્થ્ય સંભાળ સિસ્ટમને નવી ગતિ આપશે. આયુર્વેદ એક એવું જ્ઞાન છે જેનો ઉદ્દેશ્ય છે સર્વ ભવન્તુ સુખિન: સર્વે સંતુ નિરામય: .

આ પણ વાંચો : હિમાચલ પ્રદેશઃ પીએમ મોદીએ સુખવિન્દર સિંહ સુખુને આપ્યા અભિનંદન, કહ્યું- કેન્દ્ર તરફથી તમામ સંભવ સહયોગ મળશે

Back to top button