હનીમૂન માટે જાવ દેશની આ જગ્યાઓ પર, વિદેશ જેવી આવશે ફિલિંગ્સ
- દરેક વ્યક્તિ વિદેશની મજા લેવા તો ઈચ્છે છે, પરંતુ બજેટનો સવાલ પણ ઊભો થાય છે. આવા સમયે જો તમને વિદેશ જેવી લાગતી જગ્યાઓ દેશમાં જ મળી જાય તો
હનીમૂન એ ખૂબ મહત્ત્વની ટ્રિપ હોય છે. લગ્ન બાદ સુંદર જગ્યાઓમાં જઈને કપલ સુંદર ક્ષણો સાથે વીતાવે છે. એકબીજાને સમજવાનો પ્રયત્ન કરે છે. સારી જગ્યાએ ફરવા જવા કોણ નથી ઈચ્છતું? દરેક વ્યક્તિ વિદેશની મજા લેવા તો ઈચ્છે છે, પરંતુ બજેટનો સવાલ પણ ઊભો થાય છે. આવા સમયે જો તમને વિદેશ જેવી લાગતી જગ્યાઓ દેશમાં જ મળી જાય તો. અહીં એવા કેટલાક ડેસ્ટિનેશન વિશે વાત કરવામાં આવી છે, જ્યાં ગયા પછી તમે અનુભવશો કે તમારા હનીમૂનને પરફેક્ટ બનાવવા આનાથી બહેતર કશું જ હોઈ ન શકે.
કાશ્મીર દિલ લૂંટી લેશે
આજે પણ યુવા હૈયાઓની પહેલી પસંદગી કાશ્મીર જ છે. અહીં બરફીલી ખીણોની સાથે આંખોને ઠંડક આપતી હરિયાળી અને ઊંચી ટેકરીઓ, ઊંચા પહાડો દરેકને આકર્ષે છે. આ ઉપરાંત, દાલ સરોવરમાં ફૂલોથી શણગારેલી શિકારાઓ અને હાઉસ બોટ ખરેખર મન મોહી લે છે. કાશ્મીરના ગુલમર્ગમાં બરફીલા પહાડો સ્વિટ્ઝર્લેન્ડની કમીને પૂર્ણ કરે છે. જો તમે તમારા હનીમૂન માટે ફોરેન જેવું લોકેશન શોધી રહ્યા છો તો કાશ્મીર એક શ્રેષ્ઠ વિકલ્પ સાબિત થઈ શકે છે.
ઓલી યુગલો માટે અનોખુ
જો તમે હનીમૂન માટે કોઈ અલગ જગ્યાએ જવા માંગો છો, તો ઓલી તમારા માટે પરફેક્ટ સાબિત થઈ શકે છે. તમારા જીવનસાથી સાથે હાથમાં હાથ નાખીને વિશ્વના સૌથી ઊંચા ઓલી તળાવના કિનારે ચાલવું તમને રોમેન્ટિકિઝમની ટોચ પર લઈ જશે. તે જ સમયે, બરફથી ઢંકાયેલા પર્વતો સ્કીઈંગ કરવા પ્રેરણા આપશે. અહીંના સુંદર નજારા એટલા મનમોહક છે કે તમને અહીંથી પાછા ફરવાનું મન નહીં થાય. ઔલીના લોકેશન્સ વિદેશને પણ માત આપે છે.
આંદામાનની એક અલગ જ મજા
વાદળી-વાદળી સમુદ્ર, સફેદ રેતી, લીલુંછમ જંગલ અને સાથે તમારો પાર્ટનર. હનીમૂન માટે આ જગ્યા એટલી સુંદર છે કે અહીં જાણે દરેક જગ્યાએ તમને રોમેન્ટિઝમનો અનુભવ થશે. આ સ્થળ છે આંદામાન નિકોબારના ટાપુઓ છે. જો તમે પણ તમારા હનીમૂન માટે કોઈ ફોરેન લોકેશન શોધી રહ્યા છો, તો આંદામાનથી સારું ડેસ્ટિનેશન બીજું કોઈ હોઈ જ ન શકે. અહીંની સાંજે સૂર્યને વિદાય આપવી એ બિલકુલ મિસ કરવા જેવું જ નથી.
શિલોંગનો સોનેરી અનુભવ
જો તમે તમારા હનીમૂન માટે આકર્ષક સ્થળ શોધી રહ્યા છો તો શિલોંગને તમારી યાદીમાં રાખવું જરૂરી છે. લીલીછમ ખીણોથી લઈને વાદળી આકાશ અને દૂધિયા ધોધ સુધી, શિલોંગ તમને એવા મુકામ પર લઈ જાય છે કે તેને કોઈ પણ રોમેન્ટિક કપલ ભૂલવા નહીં માંગે. ખાસ વાત એ છે કે દેશનો સૌથી ઉંચો વોટરફોલ નોહકાલીકાઈ વોટરફોલ શિલોંગમાં જ આવેલો છે અને તેનો નજારો દરેકને આકર્ષે છે.
આ પણ વાંચોઃઓગસ્ટની રજાઓ અત્યારથી કરો પ્લાન, IRCTCએ આપ્યો તમિલનાડુનો વિકલ્પ