ટ્રેન્ડિંગનેશનલ

રાઘવ ચઢ્ઢાને ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખરની માફી માગવા સુપ્રીમ કોર્ટની ટકોર

Text To Speech

દિલ્હી: આમ આદમી પાર્ટીના સાંસદ રાઘવ ચઢ્ઢાને સુપ્રીમ કોર્ટ તરફથી જોરદાર ઠપકો મળ્યો છે. સુપ્રીમ કોર્ટે સાંસદ રાઘવ ચઢ્ઢાને રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખરની માફી માંગવા કહ્યું છે. સર્વોચ્ચ અદાલતે કહ્યું કે, ‘તમારે ગૃહમાં વિક્ષેપ ઊભો કરવા બદલ અધ્યક્ષની બિનશરતી માફી માંગવી જોઈએ.’

CJIએ કહી આ વાત

સુપ્રીમ કોર્ટમાં જ્યારે રાઘવ ચઢ્ઢા કેસની સુનાવણી શરૂ થઈ ત્યારે ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડે કહ્યું, ‘તમે બિનશરતી માફીની વાત કરી હતી અને જો તમે અધ્યક્ષ સાથે મુલાકાત લઈને તેમને મળો તો સારું રહેશે. તેમની અનુકૂળતા મુજબ તમે તેમની ઓફિસ કે ઘરે જઈને માફી માંગી શકો છો. કારણ કે આ મામલો ગૃહ અને ઉપરાષ્ટ્રપતિ કમ રાજ્યસભા અધ્યક્ષની ગરિમાનો છે.’

માફી માંગવામાં કોઈ નુકસાન નથીઃ રાઘવના વકીલ 

રાઘવના વકીલ શાદાન ફરાસતે કહ્યું કે, ‘રાઘવ રાજ્યસભાના સૌથી યુવા સભ્ય છે અને માફી માંગવામાં કોઈ નુકસાન નથી. તેમણે અગાઉ પણ માફી માંગી છે.’ સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું કે રાઘવે આ બધુ જલદીથી કરવું જોઈએ. શાદાને કહ્યું કે રાઘવને સસ્પેન્ડ કરવાનો પ્રસ્તાવ સમગ્ર ગૃહ દ્વારા પસાર કરવામાં આવ્યો હતો ત્યારે અધ્યક્ષ પોતાના સ્તરે તેને રદ પણ કરી શકે છે.

CJIએ કહ્યું કે અધ્યક્ષ આ અંગે સહાનુભૂતિપૂર્વક વિચાર કરી શકે છે. એસ.જી.મહેતાએ કહ્યું કે ઉપરાષ્ટ્રપતિ હાલ બહાર ગયેલા છે, દિવાળી પછી અધ્યક્ષ સાથે બેઠક થઈ શકે છે.

આ પણ વાંચો: કંગના રનૌતના રાજકારણ પ્રવેશ વિશે જેટલા મોઢાં એટલી વાતો…

Back to top button