ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

જ્ઞાનવાપીઃ સુપ્રીમ કોર્ટે શિવલિંગ આસપાસની જગ્યા સાફ કરવાની અરજી સ્વીકારી

  • સુપ્રીમ કોર્ટે હિન્દુ પક્ષ વતી અરજીકર્તાઓની અરજી સ્વીકારી લીધી
  • મસ્જિદ પક્ષ દ્વારા પણ હિન્દુ પક્ષની આ માંગનો વિરોધ કરવામાં આવ્યો નથી

નવી દિલ્હી, 16 જાન્યુઆરી : જ્ઞાનવાપી કેસમાં સુપ્રીમ કોર્ટમાંથી હિન્દુ પક્ષને રાહત મળી છે. સુપ્રીમ કોર્ટે હિન્દુ પક્ષ વતી અરજીકર્તાઓની અરજી સ્વીકારી લીધી છે. અરજીમાં મસ્જિદના વજુખાનાના સમગ્ર વિસ્તારને સાફ કરવા અને સ્વચ્છતાની સ્થિતિ જાળવવાના નિર્દેશોની માંગ કરવામાં આવી હતી. કોર્ટે જિલ્લા મેજિસ્ટ્રેટની દેખરેખ હેઠળ હિન્દુ પક્ષને વજુખાનાની સાફ-સફાઇ કરવાની પરવાનગી આપી છે. ઉલ્લેખનીય છે કે, મસ્જિદ પક્ષે પણ આ માંગનો વિરોધ કર્યો નથી.

જિલ્લા મેજિસ્ટ્રેટની દેખરેખ હેઠળ સફાઈ કરવાની પરવાનગી

કોર્ટે કહ્યું કે, સફાઈનું કામ જિલ્લા મેજિસ્ટ્રેટની દેખરેખ હેઠળ થવું જોઈએ. હકીકતમાં, હિન્દુ પક્ષે શૌચાલય ખોલ્યું હતું અને ત્યાં સ્વચ્છતાની માંગ કરી હતી. મસ્જિદ પક્ષે પણ આ માંગનો વિરોધ કર્યો ન હતો. જ્યારે વજુખાનામાં શિવલિંગ જેવું માળખું મળી આવ્યું ત્યારે સુપ્રીમ કોર્ટના આદેશથી તે જગ્યાને સીલ કરી દેવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, વજુખાનામાં જ શિવલિંગ મળવાનો દાવો કરવામાં આવ્યો છે.

ચાર સપ્તાહ સુધી રિપોર્ટ જાહેર ન કરવા સૂચના

આ પહેલા કોર્ટે આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયા (ASI)ને આદેશ આપ્યો હતો કે તે સર્વે રિપોર્ટને અત્યારે જાહેર ન કરે. કોર્ટે આદેશ આપ્યો છે કે, 24 જાન્યુઆરી સુધી ન તો મંદિર કે મસ્જિદ જાહેર કરવામાં આવશે અને ન તો પક્ષકારોને આપવામાં આવશે. જિલ્લા ન્યાયાધીશ ડૉ. અજયકૃષ્ણ વિશ્વેશે શનિવારે આ આદેશ આપ્યો હતો.

અખિલેશ-ઓવૈસી વિરુદ્ધ પેન્ડિંગ પિટિશન પર 20 જાન્યુઆરીએ સુનાવણી

બીજી તરફ, સમાજવાદી પાર્ટી(સપા)ના પ્રમુખ અખિલેશ યાદવ અને AIMIM વડા અસદુદ્દીન ઓવૈસી વિરુદ્ધની અરજી પર 20 જાન્યુઆરીએ સુનાવણી થશે. બંને નેતાઓ સામે કેસ નોંધવાની માંગ કરવામાં આવી છે. અખિલેશ અને ઓવૈસી પર જ્ઞાનવાપી અંગેના નિવેદનોથી હિન્દુઓની આસ્થાને ઠેસ પહોંચાડવાનો આરોપ છે.

આ પણ જુઓ :મથુરા જન્મભૂમિ કેસમાં SCએ હિન્દુ પક્ષને આપ્યો ઝટકો, ઇદગાહ શાહી મસ્જિદમાં સર્વે નહીં થાય

Back to top button