ગુજરાતટ્રેન્ડિંગ

GMDC દ્વારા રૂ.૨૨૪.૭૩ કરોડનો ડિવિડન્ડ ચેક CM ભૂપેન્દ્ર પટેલને અર્પણ કરાયો

Text To Speech

ગાંધીનગર, 11 ઓક્ટોબર : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને ગુજરાત સરકારના જાહેર સાહસ ગુજરાત ખનિજ વિકાસ નિગમ લિમિટેડ (GMDC) દ્વારા વર્ષ ૨૦૨૩-૨૪ના ફાઈનલ ડિવિડન્ડનો રૂ.૨૨૪.૭૩ કરોડની ધનરાશિનો ચેક ગાંધીનગરમાં તા. ૯ ઓક્ટોબર બુધવારે સાંજે અર્પણ કરવામાં આવ્યો હતો. આ રકમ GMDCને ૨૦૨૩-૨૪ના મુખ્ય શેરધારક તરીકે કંપની ઈક્વિટીના ૭૪ ટકા જેટલી પ્રાપ્ત થઈ છે.

રાજ્ય સરકારના આ જાહેર સાહસ GMDCનો નોંધપાત્ર ડિવિડન્ડનો ચેક મુખ્યમંત્રીને GMDCના ચેરમેન ડૉ.હસમુખ અઢિયા અને મેનેજિંગ ડિરેક્ટર રૂપવંત સિંઘે અર્પણ કર્યો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દૃષ્ટિવંત નેતૃત્વમાં GMDC રાજ્ય સરકારના વ્યાપક વિકાસ વિઝનને અનુરૂપ રાજ્યના અર્થતંત્રના નિર્ણાયક ડ્રાઈવિંગ ફોર્સ તરીકે સેવા આપે છે. આ ડિવિડન્ડ ચેક અર્પણ વેળાએ મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ એમ.કે.દાસ, ઉદ્યોગ અને ખાણ વિભાગના અગ્ર સચિવ મમતા વર્મા, તેમજ GMDCના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા.

આ પણ વાંચો :- આખરે Air India નું ફ્લાઈટનું સુરક્ષિત બેલી લેન્ડિંગ કરાયું, તમામ 141 મુસાફરોએ લીધો રાહતનો શ્વાસ

Back to top button