પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવમાં ‘ગ્લો ગાર્ડન’, જાણો શું છે આની ખાસિયત…..
અમદાવાદના આંગણે પ્રમુખસ્વામી શતાબ્દી મહોત્સવની ભવ્યાતીભવ્ય ઉજવણી ગઈકાલથી શરુ થઈ ગઈ છે. ગઈકાલથી શરુ થયેલ આ મહોત્સવ એક મહિના સુધી ચાલશે. એટલે કે 15 ડિસેમ્બરથી 15 જાન્યુઆરી સુધી આ મહોત્સવ ચાલશે.
આ માટે 600 એકર જમીન પર પ્રમુખસ્વામી નગરની રચના કરવામાં આવી છે. જેમાં જોવાલાયક પ્રદર્શન થી લઈને પ્રમુખસ્વામીની 30 ફૂટ ઊંચી મૂર્તિ, દિલ્હી સ્થિત અક્ષરધામ જેવી આબેહૂબ અક્ષરધામની પણ રચના કરવામાં આવી છે. તેમજ દિલ્હી અક્ષરધામનું નિર્માણ 5 વર્ષમાં થયું હતું જયારે અમદાવાદ ખાતે ઉભું કરવામાં આવેલ આ અક્ષરધામ માત્ર 1 વર્ષની અંદર તૈયાર કરવામાં આવ્યું છે. આટલા ઓછા સમયમાં તૈયાર થયેલ આ અક્ષરધામ દિલ્હી અક્ષરધામ જેવું જ છે. જો તમે દિલ્હી અક્ષરધામ જવા માટે સક્ષમ નથી તો તમે અમદાવાદના આંગણે ઊંભું કરવામાં આવેલ દિલ્હી અક્ષરધામની બેનમુન પ્રતિકૃતિ મારફતે તમે અમુલ્ય લાહવો મળી શકો છો.
આ ઉપરાંત અહી એક ગર્ભગૃહનું નિર્માણ કરવામાં આવ્યું છે. જેમાં સનાતન ધર્મના દર્શન થશે. જેમાં શિવ-પાર્વતી, રાધા-કૃષ્ણ, રામ-સીતા એમ બધા અવતારોના દર્શન અહી ભક્તો કરી શકશે.
આ પ્રમુખસ્વામીનગર ખાતે બાળનગરી પણ બનાવમાં આવી છે. જેને ગ્લો ગાર્ડન નામથીઓળખવામાં આવી રહ્યું છે. જેની મુલાકાત આવશ્ય લેવી જોઈએ. આપણે ત્યાં એક કહેવાય છે કે જો બાળપણથી જ બાળકમાં સારા બીજ રોપવામાં આવે તો આગળ જતા બાળક સંસ્કારી અને સારા વ્યક્તિત્વ સાથે ઘર અને દેશને આગળ વધારે છે. આવ ભૂતકાળના ઘણા ઉદાહરણ જેમાં સૌથી પહેલા નામ આવે છે, ધ્રુવ અને પ્રહલાદ આ વાર્તાઓ આપણે આપણા બાળપણમાં અનેકવાર સાંભળી છે પરંતુ આ ત્યારે શક્ય હતું કે જયારે નાનપણથી આ બાળકોમાં ભક્તિના બીજ રોપાયા હતા… આ તો સામાન્ય વાત છે. મુદ્દા પર આવીએ, પ્રમુખસ્વામી શતાબ્દી મહોત્સવમાં બાળકો માટે ખાસ બાળનગરી 17 એકરના પરિસર પર ઉભી કરાઈ છે. જેમાં બાળકો માટે અલગ-અલગ પ્રવૃત્તિઓ છે. પ્રમુખસ્વામી નગરનું ગ્લો ગાર્ડન કહેવાય છે, અહી એક અલગ પ્રકારની ટ્રેન બનાવામાં આવી છે. જેમાં હિન્દુ ધર્મના દર્શન થશે. તેમજ આ ગ્લો ગાર્ડન અનોખી રીતે બનાવામાં આવ્યું છે. જેમાં મહારાણા પ્રતાપ થી લઈને આલ્બર્ટ આઇન્સ્ટાઇન એમ આધુનિકતાને આધ્યાત્મિકતાના સમન્વય સાથે આ ગ્લો ગાર્ડનનું નિર્માણ કરવામાં આવ્યું છે. તેમજ લાઈટ એન્ડ સાઉન્ડ શો પણ છે.
આ બાળનગરીમાં ત્રણ મુખ્ય પ્રદર્શનો છે. બાળકોને અનુલક્ષીને મેસેજીસ આપવામાં આવ્યા છે. તેમજ આ ગ્લો ગાર્ડનમાં લાઈવ તેમજ પ્રોજેક્શન દ્વારા બાળકો પોતે જ તેની પ્રસ્તુતિ કરશે. દરેક પ્રદર્શનોમાં એક-એક મેસેજ આપવામાં આવ્યો છે.
પ્રથમ સંદેશ
પ્રાર્થના+પુરુષાર્થ= સફળતા આ છે પહેલા પ્રદર્શનનો સંદેશ જેને માછલી દ્વારા દર્શાવામાં આવ્યો છે.
દ્વિતીય અને તૃતીય સંદેશ
બીજા પ્રદર્શનમાં સંગ-કુસંગનું ધ્યાન રાખવું અને ત્રીજા પ્રદર્શનમાં દરેક વ્યક્તિમાં કળા અને શક્તિ છુપાયેલી હોય છે જેને સિંહ અને ઘેટા દ્વારા પ્રદર્શિત કરવામાં આવી છે.
તેમજ આ જે પણ બાળકો અહી પ્રદર્શનમાં ભાગ લઈ રહ્યા છે તેમનું ભણતર ન બગડે તે માટે પણ વ્યવસ્થા કરવામાં આવી છે. આ બાળકો માટે સ્પેશીયલ શિક્ષકો રાખવામાં આવ્યા છે. આ રીતે આખું ઉભું કરવામાં આવેલ આ ગ્લો ગાર્ડનનો લાહવો લેવો જ જોઈએ.