અમેરિકાથી વિશ્વભરના હિન્દુઓ માટે આવ્યા ગૌરવપૂર્ણ સમાચાર, જાણો શું છે
![Text To Speech Text To Speech](https://www.humdekhenge.in/wp-content/themes/jannah/assets/images/play.png)
![pm modi and donald trump](https://www.humdekhenge.in/wp-content/uploads/2022/10/108891773_trump_modi_976getty.jpg)
ઓહિયો (યુએસએ), 9 જાન્યુઆરી : અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના શપથ ગ્રહણ પહેલા વિશ્વભરમાં વસતા હિન્દુઓ માટે મોટા સમાચાર છે. અમેરિકાના ઓહિયો રાજ્યે ઓક્ટોબરને હિંદુ હેરિટેજ માસ તરીકે નિયુક્ત કર્યો છે. ઓહિયોનો આ નિર્ણય સમગ્ર ભારતને ગૌરવ અપાવનાર છે. મહત્વનું છે કે ઓહિયોના ગવર્નર માઈક ડીવાઈને અમેરિકન રાજ્યમાં ઓક્ટોબરને ‘હિંદુ હેરિટેજ મંથ’ તરીકે નિયુક્ત કરવાના બિલ પર હસ્તાક્ષર કર્યા છે.
બુધવારે, ડીવાઈન દ્વારા પ્રસ્તાવિત બિલ પર રાજ્યના ભૂતપૂર્વ સેનેટર નીરજ અંતાણીએ પણ હસ્તાક્ષર કર્યા હતા. તેઓ ગયા વર્ષે આ કાયદાના મુખ્ય પ્રાયોજક અને સમર્થક હતા. રાજ્યના અન્ય ઘણા સમુદાયના નેતાઓની હાજરીમાં બિલ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. અંતાણીએ કહ્યું, ઓહિયોમાં ઓક્ટોબરને હિન્દુ હેરિટેજ માસ તરીકે નિયુક્ત કરવા માટે આ બિલ પર હસ્તાક્ષર કરવા બદલ હું ગવર્નર ડીવાઈનનો ખૂબ આભારી છું.
આ બિલ 90 દિવસમાં લાગુ થઈ જશે
ગવર્નર ડીવાઈન લાંબા સમયથી સમગ્ર ઓહિયોમાં હિન્દુ સમુદાય સાથે ગાઢ સંબંધ ધરાવે છે અને હું તેમના નેતૃત્વ માટે આભારી છું એમ અંતાણીએ જણાવ્યું હતું. વધુમાં તેમણ કહ્યું હતું કે, વર્ષના લાંબા કામ પછી હું ખૂબ જ ખુશ છું કે હું મારા સમુદાય માટે આ સિદ્ધિ હાંસલ કરી શક્યો. બિલ હવે સત્તાવાર રીતે કાયદો છે અને 90 દિવસમાં અમલમાં આવશે. ત્યારપછી ઓક્ટોબર 2025 માં શરૂ થતા ઓહિયોનો પ્રથમ સત્તાવાર હિંદુ હેરિટેજ મહિનો બનશે.
આ પણ વાંચો :- શપથ પૂર્વે ટ્રમ્પ જેલમાં જશે? પોર્ન સ્ટાર કેસમાં સજા ઉપર સ્ટે માટે SC પહોંચ્યા