ગુજરાતટ્રેન્ડિંગવર્લ્ડ

ગ્લોબલ સમિટ: ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્ત્વમાં પ્રતિનિધિમંડળ દુબઈના પ્રવાસે

  • ગૃહ રાજ્યમંત્રીએ દુબઈ ખાતે ગ્લોબલ પાર્ટનરશીપ અને ડિપ્લોમેટીક ડેલિકેટસ સાથે તેમજ વન ટુ વન બેઠકમાં ગુજરાતમાં ઈન્વેસ્ટ કરવા માગતા મહત્વના સી. ઈ. ઓ અને વેપારીઓ સાથે કરી મુલાકાત.

દુબઈ, 27 નવેમ્બર: રાજ્યમાં આગામી સમયમાં યોજાનાર વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ૨૦૨૪ના પ્રચાર પ્રસાર અને રોકાણ માટે ગૃહ રાજ્યમંત્રી હર્ષસંઘવીના નેતૃત્વમાં ગુજરાતનું ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળ દુબઈના પ્રવાસે ગયું છે. આજે દુબઈ પ્રવાસના પ્રથમ દિવસે વિવિધ ઉદ્યોગગૃહોના પ્રતિનિધિઓ સાથે ફળદાયી પરામર્શ કરીને ગુજરાતમાં વિકાસની તકો અંગે સવિસ્તૃત માહિતી પુરી પાડી હતી.

વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીની વિઝનરી લીડરશીપમાં દુબઈ અને ગુજરાત વચ્ચે ઉદ્યોગ-વ્યાપાર અને વાણિજ્ય સહિતના સાંસ્કૃતિક-આર્થિક સંબંધોનો સેતુ વધુ વિસ્તૃત ફલક ઉપર વિકસિત કરવા અને ગુજરાત ઔદ્યોગિક અને આર્થિક વિકાસની જે હરણફાળ ભરી રહ્યું છે, તેના સંદર્ભમાં દુબઈના ઉદ્યોગ-વાણિજ્ય ક્ષેત્રની ભાગીદારી વ્યાપક બનાવવાના ઉદ્દેશથી આ પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું છે.

વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીના માર્ગદર્શનમાં ગુજરાતને ઉદ્યોગ, વેપાર અને ઉત્પાદન ક્ષેત્રે રોકાણકારો માટે ગ્લોબલ ડેસ્ટીનેશન બનાવનારી વાઇબ્રન્‍ટ ગુજરાત ગ્લોબલ સમિટની ૧૦મી એડીશન આગામી જાન્યુઆરી ૨૦૨૪માં યોજાવાની છે. જે માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ રાજ્યના વિવિધ અગ્રણી ઉદ્યોગ-વેપાર સંચાલકો પણ જાપાનના પ્રવાસે છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જાપાનના પ્રવાસે

ગૃહ રાજ્ય મંત્રી હર્ષસંધવી આજે દુબઈ ખાતે ગ્લોબલ પાર્ટનરશીપ અને ડિપ્લોમેટીક ડેલિકેટસ સાથે તેમજ વન ટુ વન મીટીંગમાં ગુજરાતમાં ઈન્વેસ્ટ કરવા માગતા મહત્વના સી. ઈ. ઓ અને વેપારીઓ સાથે મુલાકાત કરી હતી. આ ઉપરાંત સાંજે ૧૬:૩૦ કલાકે યોજાયેલ કાર્યક્રમમાં ગુજરાતની સિધ્ધિઓ, ગુજરાતનું ભવિષ્યમા થનાર ડેવલોપમેન્ટ પ્રોગ્રામ,ભવિષ્યમાં ગુજરાતના ઉદ્યોગ જગતમાં થનારા ડેવલપમેન્ટ પ્લાનની ચર્ચા કરાઈ હતી. તેમજ ગૃહ રાજ્ય મંત્રી એ યુએઈના(AI) મિનિસ્ટર ઓમર અલ- ઓલમા સાથે મુલાકાત કરીને સાથે ભોજન પણ લીધું હતું.

આ ઉપરાંત આજે પ્રથમ દિવસે ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી અને ઉર્જા વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રીમતી મમતા વર્મા IGF માં રાઉન્ડ ટેબલ મીટિંગ પર વિવિધ સંસ્થાના મહાનુભાવોને પણ મળીને રાજ્યમાં વિકાસની તકો સંદર્ભે વિસ્તૃત માહિતી આપી હતી.

આ પણ વાંચો: સીએમ ભૂપેન્દ્ર પટેલે જાપાનની બેન્કના ચેરમેનને ગ્લોબલ સમિટમાં આવવા આપ્યું નિમંત્રણ

Back to top button