સેન્સેક્સ અને નિફ્ટીમાં રોકાણકારોના સાવચેતીભર્યા વલણને કારણે પ્રારંભિક સુધારો ધોવાયો


મુંબઇ, 13 માર્ચઃ આજે સવારે શેરબજારમાં સેન્સેક્સ લગભગ 350 પોઈન્ટના વધારા સાથે 74,400ના સ્તરે અને નિફ્ટી 50 પોઈન્ટ વધીને 22,550ના મથાળા સાથે ખુલ્યા હતા. પરંતુ હાલમાં રોકાણકારો દ્વારા સાવચેતીનું વલણ અપનાવતા પ્રારંભિક વધારો ધોવાઇ ગયુ છે અને સેન્સેક્સ હાલમાં 207 પોઇન્ટ ઉપર અને નિફ્ટી 54 પોઇન્ટના વધારા સાથે ચાલી રહી છે.
દરમિયાનમાં વૈશ્વિક બજારો પોઝીટીવ રહ્યા હતા, પરંતુ ભારતીય શેરબજારમાં સાવચેતીનું વલણ દેખાય છે. અમેરિકામાં ફૂગાવો નરમ પડતા એશિયન બજારોમાં મજબૂતાઇ જોવા મળી છે અને રોકાણકારોએ ભારતીય ફૂગાવો સાત મહિનાના તળીયે હોવાની નોંધ લેતા આજે બજાર વધીને ખુલી શકે છે, જોકે ગિફ્ટ નિફ્ટી વધીને ખુલશે કે કેમ તે શંકા છે. ગઇકાલે એનએસઇ નિફ્ટી 27 પોઇન્ટ કે 0.12 ટકાના ઘટાડા સાથે 22,470 અને બીએસઇ સેન્સેક્સ 73 પોઇન્ટ કે 0.10 ઘટીને 74,030 પર બંધ આવ્યો હતો.
એશિયન માર્કેટ
એશિયન માર્કેટમાં ફૂગાવો ઘટતા વધારાતરફr વલણ જોવા મળ્યુ હતું. જેમાં જાપાનનો નિક્કેઇ 225 0.79 ઉપર આવ્યો હતો. જો કે એશિયા ડાઉ 0.53 ટકા વધીને 3,645.87 પોઇન્ટ પર ટ્રેડ થયો હતો. જ્યારે દક્ષિણ કોરિયાનો કોસ્પી 0.85 ટકા સાથે 2,597 પર ટ્રેડ થયો હતો. તેમજ શાંઘાઇનો કંપોઝીટ ઇન્ડેક્સ 0.09 ટકા વધીને 3,375 પર ટ્રેડ થયો હતો.
અમેરિકન માર્કેટ
વોલસ્ટ્રીટમાં ફૂગાવાના અહેવાલ પાછળ વધારો નોંધાયો હતો. જેમાં એસએન્ડપી 500 0.49 ટકા વધીને 5,599.30 પર બંધ આવ્યો હતો. જ્યારે નાસડેક કંપોઝીટ 1.22 ટકા વધીને 17.648.45 પર બંધ આવ્યો હતો. જોકે ડાઉ જોન્સ ઇન્ડસ્ટ્રીયલ એવરેજ 83 પોઇન્ટ ઘટીને 41,350.93ની સપાટીએ બંધ આવ્યો હતો.
ભારતીય ફૂગાવો
કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ દ્વારા માપવામાં આવતા ભારતનો રિટેલ ફૂગાવો ઘટીને ફેબ્રુઆરીમાં 3.61 ટકા રહ્યો હતો, જે એક વર્ષ પહેલા 5.09 ટકાના સ્તરે હતો. જાન્યુઆરી 2025માં આ સ્તર 4.26 ટકા હતું. જે વૈશ્વિક અનિશ્ચિતતાઓ છતાં પણ ઉત્પાદન પ્રવૃત્તિમાં ડિસેમ્બરમાં 3.5 ટકાની વૃદ્ધિ જોવા મળી હતી.
યુએસ ડોલર
દરમિયાનમાં અમેરિકન ડોલર વૈશ્વિક ચલણો સામે 0.02 ટકા નરમ રહેતા ડોલર ઇન્ડેક્સ 103.59 પર સ્થિર થયો હતો. જ્યારે રૂપિયો ડોલર સામે 0.02 ટકા આંશિક વધીને 87.20ના મથાળે બંધ આવ્યો હતો. બીજી બાજુ ક્રૂડ ઓઇલના ભાવ પણ ઘટ્યા છે. ડબ્લ્યુટીઆઇ ક્રૂડનો ભાવ 0.19 ટકા ઘટીને 67.5 ડોલરના સ્તરે આવ્યો હતો. જ્યારે બ્રેન્ટ ક્રૂડનો ભાવ 0.10 ટકા નીચે 70.87 ડોલરના મથાળે ક્વોટ થયો છે.
આ પણ વાંચોઃ ગુજરાતમાં આજે ભયંકર લૂનો વર્તારો, દેશમાં આટલી જગ્યાએ વાતાવરણ બદલાશે, અનેક જગ્યાએ વરસાદ પડશે